ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિદ્યાસહાયકની ભરતીમાં વિધવા બહેનોને 5 ટકા લાભ આપવાની જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે.
Advertisement
Advertisement
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટ્વીટ કરને માહિતા આપી હતી કે, રાજ્ય સરકાર દ્વારા TET-1, TET-2 પાસ કરેલા વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5% ગુણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાસહાયકનું મેરિટ તૈયારી કરવા માટે TET પરીક્ષામાં મેળવેલા 50% ગુણ અને શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા 50% ગુણને ધ્યાનમાં લેવામાં આવે છે.
વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં પ % નો લાભ આપવાનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય pic.twitter.com/Z8vymFdOqq
— Jitu Vaghani (@jitu_vaghani) October 4, 2022
આ રીતે તૈયાર કરેલા કુલ મેરિટમાં વિધવા બહેનોના મેરિટમાં વધારાના 5 ટકા ગુણ ઉમેરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ આગામી વિધાનસભા ભરતીથી કરવામાં આવશે.
Advertisement