Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ધોરણ 1થી 8ના માસ પ્રમોશનને લઇને રાજ્ય શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા

ધોરણ 1થી 8ના માસ પ્રમોશનને લઇને રાજ્ય શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા

0
325

અમદાવાદ: કોરોના મહામારીના કારણે શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે. બાળકોના અભ્યાસ પર અસર ના થાય તે માટે ઓનલાઇન વર્ગો ચાલુ કરવામાં આવ્યા છ. ત્યારે વાલીઓને આશા હતી કે ધોરણ 1થી 8 સુધીના બાળકોને સરકાર માસ પ્રમોશન આપી આગળના વર્ગમાં પ્રવેશ આપશે. એવામાં રાજ્યના શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી.

કોરોનાકાળ દરમિયાન શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ ઘરે બેસી ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વાલી મંડળે ધોરણ 1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ કરી હતી. પણ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવા માટે પણ અપીલ કરી હતી.

આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે, ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબત અંગેની કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી, તેથી આવા પાયાવિહોણા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.

આ પણ વાંચો: રાજ્યમાં શાળા ફરી શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યા મોટા સંકેત

અગાઉ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શાળા સંચાલકો અને પ્રાથમિક શિક્ષણાઅધિકારીઓ વચ્ચે યોજાયેલા વેબીનારમાં શાળાઓ શરૂ કરવા અંગે જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા હાલ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે.

વેબિનારમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રાથમિક શાળાઓ એટલે ધોરણ 8 સુધીના વર્ગો દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દિવાળી પછી ધો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે છે.

દિવાળીનું વેકેશન નવેમ્બરમાં પુરૂ થયા બાદ ધોરણ 10 અને 12નાં વિધાર્થીઓને કેટલીક શરતો સાથે શાળાએ જવાની છૂટ આપવામાં આવે તેવી શકયતા છે. બાળકોમાં સંક્રમણ ના થાય તે માટે સરકારે એવી શરત મુકી શકે છે કે વાલીઓ જાતે બાળકોને શાળાએ મુકવા આવવું પડશે.