Gujarat Exclusive > દેશ-વિદેશ > કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં ઘરે EDનાં ધામા, સાંડેસરા ગોટાળા મામલે પૂછપરછ

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં ઘરે EDનાં ધામા, સાંડેસરા ગોટાળા મામલે પૂછપરછ

0
682

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલ (Ahmed Patel) ની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. EDની ટીમે તેમનાં ઘરે પૂછપરછ કરવા પહોંચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંડેસરા ગોટાળામાં તેમનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. અહેમદ પટેલે તપાસ એજન્સીને જણાવ્યું હતું કે, “તેમની ઉંમર 60 વર્ષથી વધારે છે એટલે તેઓ પૂછપરછ માટે ઈડીની ઑફિસે નહીં આવી શકે. જેથી બાદમાં EDની ટીમ શનિવારે તેમનાં ઘરે પહોંચી હતી.

શું છે સાંડેસરા ગોટાળો?

ED નાં કહેવા મુજબ સાંડેસરા સ્કેમ પંજાબ નેશનલ બેંકનાં ગોટાળાથી પણ મોટું છે. EDનાં સૂત્રોનાં કહેવા મુજબ સ્ટર્લિંગ બાયોટેક કંપની લિમિટેડ અને સાંડેસરા ગ્રુપનાં મેન પ્રમોટર નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાએ બોગસ કંપની બનાવી હતી અને બેંકોને અંદાજે 14,500 કરોડનો ચૂનો લગાવ્યો હતો. ગયા વર્ષે ED એ આ મામલાની તપાસ અંતર્ગત સ્ટર્લિંગ બાયોટેકની 9,000 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં નાઇઝીરિયામાં તેલ રિગ, પોત, એક વેપારી વિમાન અને લંડનનો આલિશાન ફ્લેટ પણ શામેલ છે. આ ગોટાળા અંતર્ગત અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસનાં પૂર્વ 5 ધારાસભ્યોનાં કેસરિયા, કમલમ ખાતે ઉત્સવનો માહોલ

CBIએ ઓક્ટોબર 2017માં FIR દાખલ કરી હતી

ઓક્ટોબર 207માં સાંડેસરા જૂથ પર CBI એ એફઆઈઆર દાખલ કરી હતી. જ્યાર બાદમાં EDએ કેસ દાખલ કર્યો હતો. CBI એ 5383 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રીંગ મામલામાં સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.

નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં અહેમદ પટેલને આવકવેરા વિભાગે અન્ય કોઈ મામલે સમન્સ પાઠવ્યું હતું. અહેમદ પટેલને 400 કરોડનાં હવાલા ટ્રાન્ઝેક્શન કેસમાં નોટિસ આપીને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અલગ-અલગ કંપનીઓ તરફથી મોકલવામાં આવેલા હવાલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યું છે. આરોપ છે કે હવાલાની રકમ કૉંગ્રેસનાં ખાતાઓમાં પણ આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે 400 કરોડથી વધારે રકમ કોંગ્રેસનાં ખાતાઓમાં આવી હતી.

આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોનાં મોત થઇ શકેઃ WHO

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.