Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > તું મોટો ઇડીનો બાતમીદાર થઈ ગયો છે તેમ કહી વ્યક્તિને છરીના ઘા માર્યા

તું મોટો ઇડીનો બાતમીદાર થઈ ગયો છે તેમ કહી વ્યક્તિને છરીના ઘા માર્યા

0
22
  • નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર અને મિત્રએ મળી છરીના ઘા માર્યા, ઇસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ: ઈસનપુરમાં રહેતા ઈડી(એન્ફોર્સમેન્ટ ડાયરેકટર)ના બાતમીદાર પર નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર અને તેના મિત્રએ છરીથી હુમલો કરી ઘા માર્યા હતા. આસપાસના લોકો ભેગા થતા ડીવાયએસપીનો પુત્ર અને તેનો મિત્ર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ અંગે ઈસનપુર પોલીસે ગુનો દાખલ કરી નિવૃત્ત ડીવાયએસપીના પુત્રની ધરપકડ કરી હતી. જોકે આરોપી ઇસનપુર પોલીસ સમક્ષ હાજર થયો હોવાની ચર્ચા પોલીસ વિભાગમાં હતી.

ઘોડાસરની ઘનશ્યામ સોસાયટીમાં રહેતા અને કેબલ ઓપરેટર તરીકે કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા જયેશભાઈ ઠક્કર 10 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે દક્ષિણી સોસાયટી પાસે બેઠા હતા. ત્યારે તેમના મિત્ર ધવલ ગોસ્વામીનો ફોન આવ્યો હતો કે, મારે દોઢ લાખનો ફોન લેવો છે તો કેટલા પૈસા આપવા પડશે.

જેથી પહેલા રૂ.15 હજાર ભરવા પડશે તેમ જયેશભાઈએ જણાવ્યું હતુ. જેથી ધવલે 6 હજાર રૂપિયા આપવા માટે જયેશને જીવણપાર્ક સોસાયટી પાસે બોલાવ્યા હતા. ધવલે પોતાની ગાડીમાં જયેશને બેસાડી તેણે અને તેના મિત્ર શબ્બીરે છરી વડે હુમલો કર્યો હતો અને જણાવ્યું હતુ કે, તુ બહુ મોટો બાતમીદાર થઈ ગયો છું તેમ કહીને છરીનો ઘા મારી દીધો હતો.

બુમાબુમ થતા આસપાસના લોકો કાર પાસે આવી ગયા હોવાથી ધવલ અને તેના મિત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીમાંથી નીચે ઉતારી દીધા હતા. ઈજાગ્રસ્ત જયેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઇસનપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી તેવામાં આરોપી સામેથી પોલીસ સ્ટેશન હાજર થયો હોવાની ચર્ચા પોલીસ બેડામાં હતી.

અવાર નવાર ધવલ પોતાના પિતાના નામથી રોફ જમાવતો

ધવલના પિતા ડી.એસ.ગોસ્વામી હાલ નિવૃત્ત ડીવાયએસપી છે જે અગાઉ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચૂક્યા છે. જેને લીધે ધવલ પિતાના નામથી લોકોમાં રોફ જમાવતો હતો એટલુ જ નહીં ફાયનાન્સનો અને ક્રિકેટના સટ્ટા નો પણ ધંધો અગાઉ કરતો હોવાનું પણ ઇસનપુર પોલીસે જણાવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat