ન્યૂયોર્ક: આર્થિક મંદીની મજબૂત થતી આશંકાઓ વચ્ચે ટેક કંપનીઓ બાદ હવે મીડિયા કંપનીઓમાં પણ છટણી શરૂ થઇ ગઇ છે. અમેરિકામાં CNNથી લઇને વૉશિંગ્ટન પોસ્ટ અને વૉક્સ મીડિયા સુધી કેટલીક સંસ્થાઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે.
ધ વર્જ અને વૉક્સ વેબસાઇટ ધરાવતી કંપની વૉક્સ મીડિયાએ પોતાના સાત ટકા કર્મચારીઓને બહાર કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂયૉર્ક પત્રિકાએ પણ કેટલાક કર્મચારીઓને છુટા કર્યા છે.
વૉક્સમીડિયાએ કર્મચારીઓને આપી 15 મિનિટ
કર્મચારીઓને મોકલવામાં આવેલા મેલમાં વૉક્સ મીડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જિમ બૈંકૉફે કહ્યુ કે વેપાર અને ઇન્ડસ્ટ્રી પર અસર નાખી રહેલા પડકારજનક આર્થિક માહોલને કારણે તમામ વિભાગમાંથી લગભગ 7 ટકા કર્મચારીઓને બહાર કરવાનો મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કર્મચારીઓને કંપની છોડવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. આ કંપનીમાં 1,900 લોકો કામ કરે છે અને 130 લોકો આ નિર્ણયથી પ્રભાવિત થયા છે.
ગર્ભવતી કર્મચારીઓને પણ બહાર કર્યા
વૉક્સ મીડિયાની ફૂડ વેબસાઇટ ઇટરમાં નવ વર્ષથી કામ કરી રહેલી અને એવોર્ડ વિજેતા પત્રકાર મેઘલ મૈક્કૈરન પણ છટણીની ઝપટમાં આવી ગયા છે. મૈકકૈરન 37 અઠવાડિયાની ગર્ભવતી છે, તેમણે ટ્વીટ કર્યુ, “હું અને મારા પાર્ટનર પેરેન્ટ બનવા માટે ઘણા ઉત્સાહિત છે. અત્યારે અમે જે અનિશ્ચિતતા સામે ઝઝુમી રહ્યા છીએ, તેને સમજી નથી શકતી.” જોકે, કંપનીએ કહ્યુ કે પ્રભાવિત કર્મચારીઓને યોગ્ય સૈવરેન્સ પેકેજ આપવામાં આવશે.
હજારો કર્મચારીઓને બહાર કરી ચુકી છે CNN
તાજેતરના મહિનામાં અમેરિકામાં CNN,NBC, MSNBC અને બજફીડ સહિત બીજી કેટલીક સંસ્થાઓએ કર્મચારીઓને પિંક સ્લિપ પકડાવી છે. CNNએ પોતાના 4 હજારમાંથી હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
જાણકારોનું શું કહેવુ છે?
કનેક્ટિકટની ક્યૂનિપિએક યૂનિવર્સિટીમાં સ્કૂલ ઓફ કોમ્યુનિકેશનના ડીન ક્રિશ રૉશે જણાવ્યુ કે મીડિયામાં કર્મચારીઓની છટણી ટેક કંપનીઓ જેટલી અપ્રત્યાશિત નથી. અનિશ્ચિત આર્થિક માહોલ વચ્ચે જાહેરાતથી મળનારૂ રાજસ્વ ઓછુ થયુ છે અને આ તેનું પરિણામ છે, તેમણે કહ્યુ કે કેટલીક કંપનીઓને લાગ્યુ હતુ કે આવનારા સમયમાં તેમના રીડર વધશે પરંતુ અર્થવ્યવસ્થાની સ્થિતિને કારણે એવુ થયુ નથી.
પત્રકારિતા દબાણમાં
રાઇટર્સ ગિલ્ડ ઓફ અમેરિકામાં સમાચાર એજન્સી AFPએ કહ્યુ કે છેલ્લા ઘણા સમયથી પત્રકારિતા દબાણમાં છે અને કેટલીક કંપનીઓને લાગ્યુ કે આ પોતાના ખર્ચને ઘટાડવાનો યોગ્ય સમય છે. જેમાં પત્રકાર અને પત્રકારિતા, બન્નેને નુકસાન થયુ છે.
આ યૂનિયનમાં NBC અને MSNBCના પત્રકાર પણ સામેલ છે. આ બન્ને કંપનીઓએ પોતાના લગભગ 75 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.