Gujarat Exclusive > દેશ-વિદેશ > પ્રજ્ઞા ઠાકૂર સામે ચૂંટણી પંચની લાલ આંખ, ત્રણ દિવસ પ્રચાર પર પ્રતિબંધ

પ્રજ્ઞા ઠાકૂર સામે ચૂંટણી પંચની લાલ આંખ, ત્રણ દિવસ પ્રચાર પર પ્રતિબંધ

0
371

મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકૂર પર ચૂંટણી પંચે લાલ આંખ કરી છે. ચૂંટણી પંચે ઠાકૂરના પ્રચાર કરવા પર ત્રણ દિવસનું પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ ગુરૂવારે સવારે 6 વાગ્યાથી શરૂ થશે. પ્રજ્ઞાએ કહ્યું હતુ કે, તેમને બાબરી મસ્જિદને ગુમ્મટને તોડી પાડ્યો તેમાં ગર્વ છે. તેમને કહ્યું હતું કે, આ વાતનો તેમને જરાપણ અફસોસ નથી.

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યું દરમિયાન જ્યારે સાધ્વી પ્રજ્ઞાને પૂછવામાં આવ્યું હતું કે, તેમને બાબરી મસ્જિદ તોડી પાડવાનો અફસોસ છે, તો તેના જવાબમાં પ્રજ્ઞા ઠાકૂરે કહ્યું કે મને આનો કોઈ જ અફસોસ નથી, ઉલટાનું મને આને લઈને ગર્વ છે. તે પછી પ્રજ્ઞા ઠાકુરે રામ મંદિર નિર્માણની વાત કરી હતી. તેમને કહ્યું કે, રામ મંદિર ત્યાં જ બનશે. હિન્દુઓએ બાબરી મસ્જિદને તોડીને સ્વાભિમાન જગાડ્યું હવે રામ મંદિર બનાવીને આરાધના કરીશું.

હેમંત કરકરે ઉપર પણ વિવાદીત નિવેદન આપી ચૂકી છે પ્રજ્ઞા

આનાથી પહેલા 26/11 આતંકી હુમલામાં શહીદ હેમંત કરકરેએ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. ચૂંટણી આયોગે જ્યારે તેમને નોટિસ ફટકારી તેના 24 કલાકની અંદર જ પ્રજ્ઞાએ બાબરી મસ્જિદ પર વિવાદીત નિવેદન આપી નાંખ્યું હતું. હવે ચૂંટણી પંચે પ્રજ્ઞા સિંહ ઠાકૂર પર 3 દિવસના પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે.

માલેગાંવ બ્લાસ્ટ મામલાની આરોપી પ્રજ્ઞા ભોપાલથી બીજેપીની ઉમેદવાર છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ટક્કર આપી રહી છે. ભોપાલમાં 12 મેના દિવસે મતદાન છે.