Gujarat Exclusive > દેશ-વિદેશ > મધ્ય પ્રદેશ હાઈકોર્ટનો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ, EC પહોંચ્યું સુપ્રીમ કોર્ટ

મધ્ય પ્રદેશ હાઈકોર્ટનો ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ, EC પહોંચ્યું સુપ્રીમ કોર્ટ

0
23

નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં આગામી પેટાચૂંટણીનો (Madhya Pradesh Bypolls) મામલો હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ચૂક્યો છે. હકીકતમાં રાજનીતિક રેલીઓમાં કોવિડ ગાઈડલાઈનના (Covid Guidelines) ભંગને લઈને આપવામાં આવેલ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના (Madhya Pradesh High Court) આદેશ વિરુદ્ધ ચૂંટણી પંચે (Election Commission) સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

પોતાની અરજીમાં ચૂંટણી પંચે કહ્યું છે કે, ચૂંટણી (Madhya Pradesh Bypolls) કરાવવાનું કામ અમારું છે. જ્યારે હાઈકોર્ટનો (Madhya Pradesh High Court) આદેશ મતદાન અને ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરે છે.

હાઈકોર્ટનો આદેશ ઉમેદવારોની ચૂંટણી પ્રક્રિયા પર અસર કરશે. વાસ્તવમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે રાજ્યમાં ચૂંટણી (Madhya Pradesh Bypolls) પ્રચાર પર રોક લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, ચૂંટણી રેલીની મંજૂરી ત્યારે જ આપવામાં આવી શકે છે, જ્યારે વર્ચ્યુઅલ મિટિંગ શક્ય ના હોય.

ચૂંટણી પંચે (Madhya Pradesh Bypolls) પોતાની અરજીમાં કહ્યું છે કે, કોરોના દરમિયાન ચૂંટણી કરાવવા માટે ગાઈડલાઈન પહેલાથી જ નક્કી કરવામાં આવી છે. આથી હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવામાં આવે.

આ પણ વાંચો: કોરોના વૅક્સીન માટે ₹ 500 અબજ ખર્ચ કરશે મોદી સરકાર: રિપોર્ટ

જણાવી દઈએ કે, રાજ્યમાં 28 વિધાનસભા બેઠકો માટે 3 નવેમ્બરે પેટાચૂંટણી (Madhya Pradesh Bypolls) થવાની છે. આ માટે રેલીઓ અને જનસભાઓ થઈ રહી હતી. જો કે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેંચે કોરોનાને ધ્યાનમાં લેતા ચૂંટણીની રેલીઓ પર રોક લગાવી દીધી છે.

આજ કારણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ગુરુવારે પોતાની બે રેલીઓ રદ્દ કરવી પડી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે. તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે થઈ રહેલી રેલીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. Madhya Pradesh Bypolls

તેમણે કહ્યું હતું કે, અમે કોર્ટનો આદર કરીએ છીએ અને તેના નિર્ણયનું સમ્માન કરીએ છીએ. જો કે આ નિર્ણય સંદર્ભે સર્વોચ્ચ અદાલત જઈ રહ્યાં છે, કારણ કે એક જ દેશમાં બે અલગ-અલગ કાયદા જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. દેશના એક ભાગમાં રેલી અને જાહેર સભા થઈ શકે છે, જ્યારે મધ્ય પ્રદેશમાં જાહેર સભાઓ થઈ શકતી નથી. આથી અમે સુપ્રીમ કોર્ટ જઈ રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે, અમને ન્યાય જરૂર મળશે. Madhya Pradesh Bypolls