Gujarat Exclusive > દેશ-વિદેશ > પ.બંગાળ-તમિલનાડુમાં વિજયોત્સવમાં કોવિડ ગાઈડલાઈન્સના લીરેલીરા, ECએ આપ્યા FIRના આદેશ

પ.બંગાળ-તમિલનાડુમાં વિજયોત્સવમાં કોવિડ ગાઈડલાઈન્સના લીરેલીરા, ECએ આપ્યા FIRના આદેશ

0
48

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની કહેર અને રેકોર્ડબ્રેક કેસો વચ્ચે 62 દિવસથી ચાલી રહેલા ચૂંટણી પ્રક્રિયા બાદ આજે પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરળ અને અસમમાં ચૂંટણી પરિણામોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, કેરળમાં LDF અને અસમમાં ભાજપ ફરીથી સત્તા સંભાળવા જઈ રહી છે.

મતગણતરી વચ્ચે રુઝાનોમાં પોતાની પાર્ટીઓ જીતની નજીક પહોંચતી જોઈને સમર્થકો જશ્ન મનાવી રહ્યાં છે. જ્યારે ચૂંટણી પંચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારના વિજયોત્સવ, વિજય સરઘસ, રેલી અને સમારંભ પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં કોરોના મહામારી છતાં સમર્થકો રસ્તા પર ઉતરીને ઉજવણી કરી રહ્યાં છે. એવામાં ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવોને આવા સમારોહ પર કાર્યવાહી કરવાનો અને તુરત એક્શન લેવાનો આદેશ આપ્યો છે.

ચૂંટણી પંચે પાંચ રાજ્યોના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે, આવી બાબત પર તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી પરિણામો બાદ ઉજવણી માનાવવાની ખબરો વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે, આવા કેસોમાં તુરત જ FIR દાખલ કરવામાં આવે અને સબંધિત પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે. જે કાર્યવાહી કરવામાં આવે, તેનો રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને બહુમત મળતો જોઈને કાલીઘાટમાં સમર્થકો કોરોના ગાઈડલાઈન્સને ધજાગરા ઉડાવતા હોય તેમ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઢોલ-નગારા સાથે ઉજવણી કરવા અને મીઠાઈઓ વેચતા જોવા મળ્યાં હતા.

આ પણ વાંચો:  નવજોત સિંહ સિદ્ધુ તકવાદી, ‘આપ’માં સામેલ થઈ શકે છે: CM કેપ્ટન અમરિંદરસિંહ

બીજી તરફ તમિલનાડુમાં ડીએમકે મોટી જીત તરફ આગળ વધી રહી છે. એવામાં ચેન્નઈ સ્થિત પાર્ટીના હેડક્વાર્ટર બહાર ડીએમકે સમર્થકોએ ઉજવણી કરીને મીઠાઈઓ વેચી હતી. ન્યૂઝ એજન્સીએ આ બન્ને ઘટનાનો વીડિયો અને ફોટા પોતાના ટ્વીટર પર શેર કર્યાં હતા. જે બાદ ચૂંટણી પંચે તાત્કાલીક કાર્યવાહી કરીને મુખ્ય સચિવોને એક્શન લેવા જણાવ્યું છે.
 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat