Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બિઝનેસ કરવાના મામલે દેશમાં ગુજરાત ટોપ-10 રાજ્યમાં તળિયે પહોંચી ગયું

બિઝનેસ કરવાના મામલે દેશમાં ગુજરાત ટોપ-10 રાજ્યમાં તળિયે પહોંચી ગયું

0
259
  • Ease of Doing Business 2019ની યાદી જારી કરવામાં આવી
  • ગુજરાત 2015માં ટોચે, 2016માં 3જે અને 2017-18માં 5મા સ્થાને હતું

નવી દિલ્હીઃ દેશમાં બિઝનેસ- ધંધો કરવા માટે સૌથી સુવિધાજનક (Ease of Doing Business) મામલે ગુજરાતની પ્રતિષ્ઠા સતત ગગડી રહી છે. હવે તે ટોપ-10માં તળિયે(10) આવી ગયું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને નાણામંત્રીએ શનિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રેન્કિંગ જારી કરી હતી. તેમાં આંધ્ર પ્રદેશ સતત બીજા વર્ષે ટોચે છે. જ્યારે યુપી બીજા અને તોલંગાણા ત્રીજા સ્થાને છે.

યુપીની જોરદાર છલાંગ, હરિયાણા ફંગોળાયું

Ease of Doing Business મામલે ગુજરાતે 2015માં ટોચના સ્થાને હતું. 2016માં ત્રીજા અને 2017 અને 18માં ગગડીને 5મા સ્થાને આવી ગયું હતું. પરંતુ હવે તો છેક 10મા સ્થાને આવી ગયું છે. 2019માં ઉત્તર પ્રદેશે જોરદાર છલાંગ લગાવી છે. 2018માં 12મા સ્થાનેથી તે બીજા સ્થાને આવી ગયું. જ્યારે ગત વખતે 2જા સ્થાને રહેલું તેલંગાણા હવે ત્રીજા સ્થાને છે અને ત્રીજા ક્રમે રહેલું હરિયાણા ટોપ-10ની બહાર ફેંકાઇ ગયું છે.

આ પણ વાંચોઃ સોના-ચાંદીમાં ઘટાડો, રૂપિયો વધ્યો, બ્રેન્ટ ક્રૂડ સાપ્તાહિક ઘટાડા તરફ

2019 માટેની યાદીમાં આંધ્ર પ્રદેશ અને યુપીનું પ્રદર્શન સૌથી સારું રહ્યું. તેલંગાણા પછી  મધ્યપ્રદેશ (4), ઝારખંડ (5), છત્તીસગઢ (6), હિમાચલ પ્રદેશ (7), રાજસ્થાન (8),પશ્ચિમ બંગાળ(9) અને ગુજરાત(10) આવે છે.

ease doing chart

દિલ્હી 23માંથી 12મા સ્થાને

જ્યારે રાજધાની દિલ્હી 2018માં 23મા સ્થાને હતું. પરંતુ આ વખતે તેણે 11 સ્થાનની છલાંગ લગાવી 12મુ સ્થાન પ્રાપ્ત કર્યું. નાણામંત્રીએ લિસ્ટ જારી કરતા કહ્યું કે આનાથી રાજ્યો વચ્ચે સ્વસ્થ હરિફાઇને પ્રોત્સાહન મળશે. જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે આ રેન્કિંગ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનના અમલીકરણ પર આધારિત છે.

પીયુષ ગોયલે સ્વામી વિવેકાનંદનું વ્યકતવ્ય ટાંકતા જણાવ્યું કે,

” આપણે અટક્યા- રોકાયા વિના સમગ્ર દેશને ઝડપથી આગળ વધારવામાં સાથે મળીને કામ કરીએ.”

રેન્કિંગ માટેના માપદંડમાં શું મહત્વનું

કેન્દ્ર સરકાર વતી જારી કરાતી આ રેન્કિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેલુ અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા બિઝનેસના માહોલમાં સુધાર લાવવા માટે રાજ્યો વચ્ચે સ્વસ્થ હરિફાઇ શરુ કરવાનો છે. જેમાં માપદંડ તરીકે કન્સ્ટ્રક્શન પરમિટ, શ્રમ કાયદો, પર્યાવરણીય નોંધણી, ઇન્ફર્મેશન સુધી પહોંચ, જમીનની ઉપલબ્ધતા અને સિંગલ વિન્ડો સિસ્ટમને આધાર બનાવવામાં આવ્યા છે.

આના માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઇઝ ઓફ ડૂઇંગ રેન્કિંગને બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન હેઠળ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા તૈયાર કરાય છે.

આ પણ વાંચોઃ ખાનગીકરણ તરફ આગળ વધશે મોદી સરકાર, દેશમાં માત્ર 4 જ સરકારી બેંકો બચશે

હરિયાણાનું પ્રદર્શન સૌથી ખરાબ

દેશમાં હરિયાણાનું પ્રદર્શન આ વખતે Ease of Doing Business મામલે બહુ ખરાબ રહ્યું.ગત વખતે ત્રીજા સ્થાનેથી તે ટોપ 10માંથી જ ગાયબ થઇ ગયું. જ્યારે ક્ષેત્રના હિસાબે ઉત્તર ભારતમાં યુપી, પૂર્વમાં ઝારખંડ, પશ્ચિમમાં મધ્યપ્રદેશ અને પૂર્વોત્તરમાં આસામનું પ્રદર્શન સારુ રહ્યું.