Gujarat Exclusive > દેશ-વિદેશ > આર્થિક મંદી વચ્ચે મોદી સરકાર માટે સારા સમાચાર, ભારતમાં ધંધો કરવો સરળ

આર્થિક મંદી વચ્ચે મોદી સરકાર માટે સારા સમાચાર, ભારતમાં ધંધો કરવો સરળ

0
606

મુંબઈ: આર્થિક મોરચે ભારત માટે એક સારા સમાચાર છે. ભારતમાં ધંધો કરવો હવે સરળ થઈ ગયો છે. મોદી સરકાર દ્વારા આ દિશામાં કરવામાં આવેલ પ્રયત્નોને હવે વર્લ્ડબેંકે પણ સ્વીકાર કર્યો છે. વિશ્વબેંકની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં 14 રેન્કિગના સુધારા સાથે ભારત હવે 63માં નંબર પર પહોંચી ગયું છે.

ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે ધંધો કરવા માટે સાનુકુળ વાતાવરણની રેન્કિંગ એવા સમયે આવી છે, જ્યારે દેશ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બની હતી, ત્યારે પણ ભારતની રેન્ક્રિંગ 190 દેશોમાં 142માં સ્થાન પર હતી. ગત વર્ષે ભારતનો રેન્ક 77 પર પહોંચી ગયો હતો.

કેમ મહત્વપૂર્ણ
ભારત આ યાદીમાં સતત ત્રીજા વર્ષે સારૂ પ્રદર્શન કરનાર દેશોમાં સામેલ છે. આ રેન્કિંગ એવા સમયે આવી છે, જ્યારે ભારતીય રિઝર્વ બેંક, વર્લ્ડ બેંક અને ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અને Moodys જેવી અનેક એજન્સીઓ આર્થિક મંદીને લઈને GDPમાં ગ્રોથ રેટ ઘટાડ્યો છે. દેશમાં આર્થિક મંદીનો માહોલ છે અને અર્થ વ્યવસ્થામાં તમામ તબક્કે નકારાત્મક ખબરો સામે આવી સહી હતી.

ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનો ઈતિહાસ
મોદી સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી, ત્યારે 190 દેશોની રેન્કિંગમાં ભારતનું સ્થાન 142મું હતું. મોદી સરકારના 4 વર્ષ સુધી કરવામાં આવેલા સુધારા બાદ 2014માં ભારતનો રેન્કિંગ સુધરીને 100 થઈ ગયો છે. જો કે 2017માં ભારત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની યાદીમાં ફરીથી પાછળ હટીને 130માં સ્થાને ઈરાન અને યુગાન્ડા કરતા પણ પાછળ જતું રહ્યું હતું.

જે બાદ 2018માં ફરીથી ભારતની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો અને આ યાદીમાં તે ઉછળીને 77માં ક્રમે આવી ગયું. વર્લ્ડબેંકની ડૂઈંગ બિઝનેસ 2020ની રિપોર્ટમાં ભારતમાં કરવામાં આવેલા સુધારાઓની પ્રસંશા કરતા જણાવાયું છે કે, આટલા મોટા દેશ માટે આ ખૂબજ મહત્વપૂર્ણ બાબત છે.

Live Update: મહારાષ્ટ્રમાં 182 બેઠકો પર ભાજપનું ગઠબંધન આગળ