Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ધ્રૂજતી ધરાઃ વલસાડ, ભચાઉ અને જામનગરમાં ભૂકંપના આંચકા

ધ્રૂજતી ધરાઃ વલસાડ, ભચાઉ અને જામનગરમાં ભૂકંપના આંચકા

0
282

અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે હળવા ભૂકંપના (earthquake) આંચકા અનુભવાયા હતા. ત્રણ જિલ્લાઓ જામનગર, કચ્છના ભચાઉ અને વલસાડમાં ભૂકંપના (earthquake) હળવા આંચકા અનુભવાયા હતા.

આંચકા ક્યારે અનુભવાયા

ભૂકંપના (earthquake) આ આંચકા રાતના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યાની વચ્ચે અનુભવાયા હતા. વલસાડમાં અનુભવાયેલા ભૂકંપના (earthquake) આંચકાની તીવ્રતા સૌથી વધારે 2.5 રિક્ટર સ્કેલ હતી. જ્યારે જામનગરમાં અનુભવાયેલા ભૂકંપના (earthquake) આંચકાની તીવ્રતા 1.9 રિક્ટર સ્કેલ હતી અને આવી તીવ્રતાવાળા બે આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચોઃ વિધાનસભા ગૃહમાં હોબાળો, કોંગી MLA નૌશાદ સોલંકીએ છૂટું માઇક ફેંક્યું

જ્યારે કચ્છના ભચાઉમાં 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાવાળા ભૂકંપના(earthquake) બે આંચકા અનુભવાયા હતા. આ જિલ્લામાં રાતના સમયગાળા દરમિયાન અનુભવાયેલા આ આંચકાના લીધે લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

ગુજરાતમાં કચ્છ પછી સૌથી વધારે ભૂકંપનો(earthquake) ખતરો નર્મદા ફોલ્ટલાઇનમાં રહ્યો છે. હિમાલય ઝોનમાં ભારતીય પ્લેટ સાથે જોડાયેલી અને મધ્યપ્રદેશથી આવતી અને ઉત્તર ગુજરાતની ખંભાત ફોલ્ટલાઇન (faultline) સાથે ખંભાત-ભરુચના દરિયામાં જોડાતી નર્મદા ફોલ્ટ લાઇન 600 કિલોમીટરથી પણ વધારે લાંબી છે.

600 કિ.મી. લાંબી નર્મદા ફોલ્ટ લાઇન ભયજનક

સિસ્મોલોજિસ્ટ (Sysmologist) તેને સોન નર્મદા ફોલ્ટલાઇન તરીકે પણ ઓળખે છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો ગુજરાત સ્થિત રિફ્ટ ઝોનમાં લાંબા સમયથી સર્વેક્ષણો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ, જાણો કયા-કયા બિલો પસાર થશે

ભરૂચ, ડેડિયાપાડા, નર્મદા વિસ્તારમાં ભૂકંપની સંભાવનાને જાણવા અને તેને ટાળવા માટે જીઓફિઝિકલ ફોલ્ટના નકશાઓ બનાવવા સરકારે સર્વેક્ષણો શરૂ કરાવ્યા છે. તેના આધારે આર્કિટેક્ટ, એન્જિનીયરોને ભૂકંપ પ્રતિરોધક બાંધકામો બનાવવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ વિસ્તારોમાં 250-500 મીટરની ગ્રીડમાં અમદાવાદ અને ગાંધીનગરની જેમ સિસ્મિક માઇક્રોઝોનેશન પણ કરવામાં આવશે. તેના આધારે ક્યાં કેટલી ઊંચાઈના બાંધકામ બનાવવા તેના માપદંડ નક્કી કરી શકાશે અને ભૂકંપપ્રુફ મકાનો બનાવવા માટેની માર્ગદર્શિકાઓ પણ તૈયાર કરી શકાશે.

રાજ્યમાં સિસ્મોલોજી રિસર્ચની સ્થાપના ક્યારે થઈ

આ પહેલા ગુજરાતે 2001માં જોરદાર ભૂકંપ અનુભવ્યો હતો. આ ભૂકંપ પછી કેટલાય સમય સુધી આફ્ટર શોક પણ આવ્યા હતા. તેના પછી 2006માં ગાંધીનગરના રાયસણ ખાતે સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આ સેન્ટર ધરતીના પેટાળમાં થતા નાનામાં નાના ફેરફાર પર ચાંપતી નજર રાખી રહ્યુ છે. આ સેન્ટરના અહેવાલ મુજબ ઝોન-5માં આવતા કચ્છ જિલ્લામાં હજી પણ ભૂકંપના સંખ્યાબંધ આંચકા આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદનો આ બ્રિજ બન્યો નવો સુસાઇડ પોઇન્ટ

સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના રેકોર્ડ મુજબ છેલ્લા દસ વર્ષમાં લગભગ 800 જેટલા ભૂકંપના (earthquake) આંચકાઓ અનુભવાયા છે. પણ રિસર્ચ સેન્ટર 3ના રિક્ટર સ્કેલથી નીચેના આંકડાને નોંધે છે ખરુ, પણ ખાસ મહત્ત્વ આપતું નથી.

રાજ્યમાં 2019 સુધી 3ની ઉપરના સ્કેલના નોંધાયેલા  1,608 આંચકા

2001 પછી ગુજરાતના પેટાળમાં અત્યાર સુધી 24,000થી વધારે ધ્રુજારા અનુભવાયા છે. આ કંપનો જિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાથી લઈને યુકેના ઇન્ટરનેશનલ સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટર જેવા અનેક સેન્ટરોએ નોંધ્યા છે.

ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચે જણાવ્યું હતું કે વરસાદ, ગરમી, દરિયાના ચક્રવાત, પેટાળમાં જળનું સ્તર જેવા અનેક પરિબળો ભૂગર્ભીય સંરચના પર અસર કરે છે. રિસર્ચ સેન્ટરની 2006માં થયેલી સ્થાપના પછી તેના મુજબ રાજ્યમાં 2019 સુધીમાં 3ના રિક્ટર સ્કેલથી ઉપરની તીવ્રતાના 1,608 આંચકા નોંધાયા છે.