દહેરાદૂન: ઉત્તરાખંડ અને ઉત્તરકાશી અને ટિહરીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર, ઉત્તરાખંડમાં ભૂકંપનું કેન્દ્ર ઉત્તરકાશીથી 17 કિમી દૂર 5 કિલોમીટર ઉંડાઇમાં હતુ. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે.
Advertisement
Advertisement
દેવભૂમિ ઉત્તરાખંડના ઉત્તરકાશી અને ટિહરી જિલ્લામાં સવારે 8 વાગીને 33 મિનિટ 3 સેકન્ટ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપની અસર ભારત અને ચીન બન્ને દેશમાં થઇ છે.
આ પહેલા 1 નવેમ્બરે મધ્ય પ્રદેશના જબલપુર સહિત આસપાસના કેટલાક જિલ્લામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આ ઝટકાની તીવ્રતા 4.3 હતી. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મધ્ય પ્રદેશમાં આ ભૂકંપ પણ સવારે 8 વાગીને 43 મિનિટ પર આવ્યો હતો, જેનું કેન્દ્ર પંચમઢીથી 216 કિમી દૂર 10 કિમી ઉંડાઇમાં હતું.
Advertisement