Earthquake in Turkey and Syria: તુર્કી (Turkey)માં ઇતિહાસનો બીજો સૌથી વિનાશકારી ભૂકંપ (Earthquake) આવ્યો છે. 7.8ની તીવ્રતાથી આવેલા આ ભૂકંપમાં એકલા તુર્કીમાં 2500થી વધારે લોકોના મોત થયા છે. આ પહેલા 1939માં આટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી તુર્કીમાં 32 હજારથી વધુ લોકોના મોત થયા હતા. છેલ્લા 24 વર્ષમાં તુર્કીમાં ભૂકંપથી 18 હજાર કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અંતમાં તુર્કીમાં ભૂકંપ કેમ આવે છે, શું તુર્કીમાં ભૂકંપ પાછળ કોઇ મોટુ કારણ છે. આપણે વિસ્તૃત અહેવાલ જોઇએ.
Advertisement
Advertisement
તુર્કીમાં ભૂકંપ પાછળ શું છે કારણ?
તુર્કી અને તેની આસપાસના વિસ્તાર એનાટોલિયન પ્લેટ (Anatolian Plate) પર છે. તુર્કી 6 ટેકટોનિક પ્લેટથી ઘેરાયેલુ છે. એનાટોલિયન પ્લેટના પૂર્વમાં ઇસ્ટ એનાટોલિયન ફૉલ્ટ છે જ્યારે જમણી તરફ ટ્રાન્સફૉર્મ ફૉલ્ટ છે. દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમમાં આફ્રિકન પ્લેટ છે. આ સિવાય તુર્કીની ઉત્તર દિશઆમાં યૂરેશિયન પ્લેટ છે. આ પ્લેટ સમયની વિપરીત દિશામાં ફરે છે. જેને કારણે આ પ્લેટોમાં ઘર્ષણ થાય છે. આ કારણે ભૂકંપના ઝટકા આવે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું એવુ પણ માનવુ છે કે એશિયામાં હિમાલય વિસ્તારમાં જે રીતની સ્થિતિ છે તેનાથી અલગ તુર્કીની આસપાસ છે. ઉત્તરી એનાટોલિયન પ્લેટની સ્ટડીથી ખબર પડે છે કે તે એનાટોલિયન યૂરેશિયન પ્લેટથી અલગ થઇ ગઇ છે. આ સ્ટડીમાં સામે આવ્યુ કે આ પ્લેટો પર અરેબિયન પ્લેટનું દબાણ વધી રહ્યુ છે. બીજી તરફ યૂરેશિયન પ્લેટ આ દબાણને રોકી રહી છે.
1970 પછી 3 વખત 6ની તીવ્રતાના ભૂકંપ આવ્યા
યૂએસજીએસ (United States Geological Survey) અનુસાર ગત કેટલાક વર્ષોમાં 5 કે તેથી વધુ તીવ્રતાના મોટા ભૂકંપ વારંવાર નથી આવ્યા. યૂએસજીએસ અનુસાર 1970 પછી આ વિસ્તારમાં 6 કે તેથી વધુની તીવ્રતા ધરાવતા માત્ર ત્રણ ભૂકંપ આવ્યા છે. આ વિસ્તારમાં મોટો ભૂકંપ જાન્યુઆરી 2020માં આવ્યો હતો. સોમવારે તુર્કીમાં આવેલા ભૂકંપ વિનાશકારી બની ગયો હતો. 7.8ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ પૃથ્વીની સપાટીથી 17.9 કિમી નીચે આવ્યો હતો. ભૂકંપ જેટલો નજીક હોય છે તેનાથી નુકસાન પણ વધારે થાય છે.
શું ભૂકંપની પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી શકે છે?
પ્રાકૃતિક ઘટનાઓમાં ભૂકંપ સામાન્ય ઘટના છે, જેની ભવિષ્યવાણી કરી શકાતી નથી. ભૂકંપની ઉત્પતિનો સમય અને પૃથ્વીની સપાટી સુધી પહોચવાના સમય વચ્ચે કેટલાક સેકન્ડનો લીડ ટાઇમ આપવો શક્ય છે. ધરતીકંપના તરંગો પ્રકાશની ગતિ કરતાં ઘણી ધીમી ગતિએ ફરે છે. તેની સ્પીડ 5 થી 13 કિમી પ્રતિ સેકન્ડની વચ્ચે છે, તેથી જો ભૂકંપ શરૂ થાય કે તરત જ તેને શોધી કાઢવામાં આવે, તો તે જમીન પર પહોંચે તેની થોડીક સેકન્ડ પહેલા જ તેના વિશે માહિતી મેળવી શકાય છે. જોકે આ સમય એટલો ઓછો છે કે કોઈને એલર્ટ મોકલી શકાય. સરેરાશ, દર વર્ષે 8 અથવા તેથી વધુની તીવ્રતાના એકથી ત્રણ ભૂકંપ નોંધવામાં આવે છે, જ્યારે 7 અને 8 ની તીવ્રતાના 10-15 ભૂકંપ આવે છે.
Advertisement