Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > નાયકા: IPO લૉન્ચિંગ સાથે બની ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા ફાલ્ગુની નાયર

નાયકા: IPO લૉન્ચિંગ સાથે બની ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા ફાલ્ગુની નાયર

0
80

મુંબઇ: નાયકાએ શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) પર નાયકાનો શેર ઇશ્યૂ પ્રાઇસથી 78% ઉપર 2,001 પર ઓપન થયો હતો. દિવસના વેપારમાં શેરે લગભગ બે ગણુ થઇને 2248.10 રૂપિયા હાઇ બનાવ્યુ હતુ. જેને કારણે નાયકાના ફાઉન્ડર ફાલ્ગુની નાયર ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બની ગઇ છે.

બ્લૂમબર્ગ અનુસાર ફાલ્ગુનીની નેટ વર્થ વધીને 6.5 બિલિયન ડૉલર એટલે આશરે 49 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. ફાલ્ગુનીની સફળતાની કહાની એટલા માટે ખાસ છે કારણ કે તેમણે તે ઉંમરમાં નાયકાની શરૂઆત કરી હતી જ્યારે લોકો રિટાયરમેન્ટની પ્લાનિંગ કરે છે.

49 વર્ષની ઉંમરમાં આવ્યો નાયકાનો આઇડિયા

IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યા બાદ ફાલ્ગુની નાયર કોટક મહિન્દ્રા કેપિટલમાં નોકરી કરવા લાગ્યા હતા. મહેનતના દમ પર 2005માં તેમણે પોતાના ડિવિઝનના મેનેજિંગ ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યા હતા. એક સારી નોકરી, પતિ અને બે બાળકો સાથે જીવન સીધા રસ્તા પર ચાલી રહ્યુ હતુ. બહારથી જોવા પર બધુ શાંત હતુ પરંતુ તેમના મનમાં ઉથલ-પુથલ મચેલી હતી.

એક દિવસ તેમની દીકરી અદ્વૈતાએ તેમણે સીવી કવાફીની કવિતા ‘ઇથાકા’ સંભળાવી હતી. જેનાથી ફાલ્ગુની એટલી પ્રભાવિત થઇ કે નોકરી છોડીને પોતાની કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે ફાલ્ગુની 49 વર્ષના હતા.

શરૂઆતમાં ખુદ જોતી હતી તમામ ઓર્ડર

નાયકા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે સ્પૉટલાઇટમાં રહેનારી મહિલા. ફાલ્ગુનીએ ભારતીય મહિલાઓની સુંદર દેખાવાની ચાહત અને જરૂરતને સમજી હતી. 2012માં નાયકા શરૂ તો થઇ ગયુ પરંતુ ફાલ્ગુનીને ના તો બ્યૂટી ઇન્ડસ્ટ્રીની વધુ જાણકારી હતી અને ના તો ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીની.

ફાલ્ગુની નાયરની સફર આસાન રહી નહતી. પ્રથમ ચાર વર્ષમાં ત્રણ ચીફ ટેકનોલોજી ઓફિસર્સે રાજીનામુ આપ્યુ હતુ. ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ઘણી મહેનત કરવી પડી. ફાલ્ગુની કહે છે કે શરૂઆતમાં નાયકામાં ઓર્ડર આવવાની રાહ જોતી હતી. તે ખુદ તમામ ઓર્ડર્સ જોતી હતી.

2012માં શરૂ થયેલુ નાયકા આજે મહિલાઓની બ્યૂટી અને વેલનેસ પ્રોડક્ટનું સૌથી મોટુ પ્લેટફોર્મ બનીને સામે આવ્યુ છે. આજે આ પ્લેટફોર્મ પર દર મિનિટે 30થી વધુ મેકઅપ પ્રોડક્ટનું વેચાણ થાય છે. નાયકા 2020માં યૂનિકોર્ન એટલે 1 અબજ ડોલરથી વધુની કંપની બની ગઇ હતી.

નાયકામાં કેટરીના અને આલિયાએ પણ પૈસા લગાવ્યા

નાયકાને અત્યાર સુધી 15 ઇન્વેસ્ટર્સ પાસેથી કુલ 341.9 મિલિયન ડોલર એટલે આશરે 2,545 કરોડ રૂપિયાની ફંડિગ મળી ચુકી છે. 2014માં કંપનીને સિકોઇયા કેપિટલ ઇન્ડિયા પાસેથી 7 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યુ હતુ. તે બાદ કંપનીમાં હર્ષ મરીવાલા, દિલીપ પાઠક, ટીવીએસ કેપિટલ અને સ્ટેડવ્યૂ કેપિટલ પાસેથી કેટલાક મોટા રોકાણ મળ્યા હતા. કેટરીના કૈફ અને આલિયા ભટ્ટે પણ નાયકામાં પૈસા લગાવ્યા છે.

ફાલ્ગુની નાયરનું કહેવુ છે કે આલિયા ત્રણ વાતોને કારણે નાયકામાં રોકાણ કરવા માંગતી હતી. પ્રથમ- આ ભારતીય છે, બીજુ- તેની શરૂઆત એક મહિલાએ કરી છે અને ત્રીજુ ભારતની કોઇ બ્રાંડ દુનિયા સામે ટક્કર લઇ શકે છે. આલિયા અને કેટરીનાએ નાયકામાં કેટલા પૈસા લગાવ્યા છે, તેનો ખુલાસો થઇ શક્યો નથી. નાયકાએ 2019માં 20Dressess અને 2021માં Pipa.Bellaનું અધિગ્રહણ કર્યુ હતુ.

ઓનલાઇન સાથે ઓફલાઇન સ્ટોર્સ પર પણ ફોકસ

નાયકા એક બ્યૂટી રિટેલ કંપની છે જે કોસ્મેટિક પ્રોડક્ટ ઓનલાઇન અને ઓફલાઇન વેચે છે. નાયકાની ટેગલાઇન છે- યોર બ્યૂટી, ઓવર પેશન. મહિલાઓ પર ફોકસ કરતા તેના લોગોનો રંગ પણ સમજી વિચારીને પિંક રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ભારે વરસાદથી 12 લોકોએ ગુમાવ્યો જીવ, NDRFની 11 ટીમ તૈનાત

શરૂઆતમાં આ ઇ-કોમર્સ પ્લેટફોર્મ હતુ પરંતુ બાદમાં ઓફલાઇન સ્ટોર્સ પણ ખુલ્યા હતા. ફાલ્ગુનીનું કહેવુ છે કે અમે ઓમ્ની ચેનલ રિટેલર બનવાનો નિર્ણય કર્યો કારણ કે બ્યૂટી એવી કેટેગરી છે જ્યા ફિઝિકલ ટ્રાયલ જરૂરી છે. અમને અનુભવ થયો કે જો પ્રીમિયમ પ્રોડક્ટ વેચવી છે તો કલર મેચિંગ ઘણુ જરૂરી છે.

નાયકાના 55 લાખ મંથલી એક્ટિવ યૂઝર્સ છે. 75થી વધુ સ્ટોર્સ છે. નાયકા પર 1200થી વધુ બ્રાંડ્સના 7 લાખથી વધુ પ્રોડક્ટ છે. નાયકા પહેલા માત્ર બીજાની બ્રાંડ્સને ફીચર કરતી હતી, હવે પોતાની બ્રાંડ્સના પ્રોડક્ટ પણ લોન્ચ કરી રહી છે. ફાલ્ગુનીનું કહેવુ છે કે અમે ડિસ્કાઉન્ટ ધરાવતી ફેશન વેબસાઇટ નથી પણ સ્ટાઇલિશ ક્યૂરેટેડ ફેશનનું પ્લેટફોર્મ બનવા માંગીએ છીએ.

લોકડાઉન દરમિયાન એપ્રિલમાં નાયકાનું વેચાણ 70% ઘટી ગયુ હતુ. તે બાદ કંપનીએ એસેંશિયલ આઇટમ્સની લિસ્ટિંગ શરૂ કરી દીધી હતી જેથી ડિલિવરી પ્રભાવિત ના થાય. આ સિવાય પોતાના 70થી વધુ સ્ટોર્સ પરથી હાઇપરલોકલ ડિલિવરી શરૂ કરી હતી. પ્લેટફોર્મને 90%થી વધુ બિઝનેસ પ્રી કોવિડ લેવલ પર રિકવર કરી લીધો છે.

ફાલ્ગુની નાયરની દીકરી અદ્વૈતા નાયર નાયકા ફેશનની CEO છે. અદ્વૈતાએ હાવર્ડમાંથી MBA કર્યુ છે. ફાલ્ગુનીના પુત્ર અંચિત નાયર નાયકા ડૉટ કૉમના CEO છે. અંચિતે કોલંબિાય યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે, તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં 8 વર્ષનો અનુભવ છે. તે નાયકા રિટેલ અને ઓફલાઇન સ્ટ્રેટેજીના પ્રમુખ છે. કંપની પોતાના ઓફલાઇન બિઝનેસ વધારવા પર ભાર આપી રહી છે. 2024 સુધી નાયકા 180 ઓફલાઇન સ્ટોર્સ ખોલવા માંગે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat