Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સ્વામીનારાયણ સાધુ પર મહિલાનો મુખમૈથુન કરાવવાનો આરોપ, સાધુએ કહ્યું- માત્ર પગ દબાવડાવ્યા

સ્વામીનારાયણ સાધુ પર મહિલાનો મુખમૈથુન કરાવવાનો આરોપ, સાધુએ કહ્યું- માત્ર પગ દબાવડાવ્યા

0
16261

દ્વારકા સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર એક યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. સ્વામિનારાયણ મંદિરમાં ફરજ બજાવતા સુપરવાઈઝરની પત્નીને સેવા કરવાના બહાને બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. દ્વારકા મંદિરમાં કામ કરી રહેલ એક યુવતીએ સ્વામીનારાયણ સાધુ પ્રેમજીવન સ્વામી પર આરોપ લગાવ્યો હતો કે, “તેમને મંદિર કેમ્પસમાં જ ચાર વખત દૂષ્કર્મ આચર્યું હતું. આ બાબતે પીડિત મહિલાએ જણાવ્યું હતુ કે, મંદિરની આબરૂ ના જાય તે માટે અત્યાર સુધી મે કોઈને જણાવ્યું નહતું પરંતુ હેરાનગતિ વધ્યા બાદ મેં મારા પતિને જણાવ્યું હતું.”

આ બાબતે મહિલા પીડિતા દ્વારા કહેવામાં આવ્યું છે કે, સાધુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની છે. જ્યારે બીજી તરફ જોઈએ તો, મહિલાએ લગાવેલ આરોપને લઈને સ્વામીનારાયણ સાધુ પ્રેમજીવન હાથ ઉંચા કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે, મહિલા પાસે માત્ર પગ જ દબાવડાવ્યા હતા, તેનાથી વિશેષ કંઈજ અશ્લિલ હરકત કરી નથી.

તો બીજી તરફ મહિલાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે, તેની પાસે દુષ્કર્મ પહેલા આર્ચર્યા પહેલા પણ ત્રણ વખત અશ્લિલ હરકતો કરી હતી. મહિલાએ નિવેદનમાં કહ્યું કે, અશ્લિલ હરકત ઉપરાંત સાધુ દ્વારા મુખમૈથુન કરાવડાવ્યો હતો. આ બાબતે હજું સુધી પોલીસ ફરિયાદ કરવામાં આવેલી નથી.

આ પીડિત મહિલાના જણાવ્યા પ્રમાણે, દ્વારકા સ્વામિનારાયણ મંદિરના પ્રેમજીવન સ્વામીએ 21 વર્ષીય યુવતી પર 4થી 5 વખત દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર યુવતી પર દુષ્કર્મ કરવામાં આવતા પીડિતાએ કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરવાનું મન બનાવી લીધું છે. સ્વામિનારાયણ મંદિરની આ ઘટના સામે આવતા લોકોએ સ્વામી પર ફિટકાર વરસાવ્યો છે. જોકે, મળી રહેલા અંતિમ સમાચાર અનુસાર, મહિલા આક્ષેપ પરત લેવાની વાત કરી હતી. જોકે, આ પહેલા તેને પોલીસમાં ફરિયાદ કરવાની પણ વાત કરી હતી અને સાધુ પ્રેમજીવન એક વીડિયો ક્લિપમાં પગ દબાવવાની વાતનો સ્વીકાર કરી રહ્યાં છે. હવે જોવાનું છે કે, સ્વામી નારાયણ સંસ્થાના નિયમ પ્રમાણે આ સાધુ પ્રેમજીવનને સંસ્થા બહારનો રસ્તો બતાડશે કે, પછી મામલો રફેદફે કરી નાંખવામાં આવશે.

તમને જણાવી દઈએ, સ્વામીનારાયણ સંસ્થાના સંવિધાન સમાન પુસ્તક શિક્ષા પત્રી, જે પોતે સ્વામીનારાયણ ભગવાને લખી હતી તે મુજબ કોઈપણ સાધુ જે મહિલાના સંસર્ગ કરે તેમને સાધુ તરીકે સંસ્થામાં રાખી શકાય નહીં. પરંતુ હવે જૂનાગઢ સંસ્થા આ સાધુ પ્રેમજીવન સામે કેવા પગલા લે છે તે જોવાનું રહ્યું.