Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દશેરા મહોત્સવની ઉજવણી ડાંગ ખાતે 15મી ઓકટોબરે કરાશે

દશેરા મહોત્સવની ઉજવણી ડાંગ ખાતે 15મી ઓકટોબરે કરાશે

0
33

ગાંધીનગર: આવતીકાલે તા.15મી ઓક્ટોબર 2021નાં રોજ ડાંગ જિલ્લાના સુબિર સ્થિત શબરીધામ ખાતે ‘દશેરા મહોત્સવ’ની વિશેષ ઉજવણી કરાશે.

પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તથા રાજ્ય મત્સ્યોઉદ્યોગ મંત્રી જીતુ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મહાઆરતી, રાવણ દહન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રામ અને શબરી મિલનનું સ્થાનિક ગૃપ દ્વારા નાટક પ્રદર્શની કરવામાં આવશે. તાપી જીલ્લાનાં કલાકારો દ્વારા ઢોલ નૃત્ય, ડાંગ જીલ્લાનાં કલાકારો દ્વારા ડાંગી નૃત્ય અને આદિજાતિ નૃત્ય, છોટા ઉદેપુર જીલ્લાનાં કલાકારો દ્વારા દિવાળી નૃત્ય અને નર્મદા જીલ્લાનાં કલાકારો દ્વારા હોળી નૃત્ય રજૂ કરાશે.

આ ઉજવણીમાં દક્ષિણ ગુજરાતનાં સંસદસભ્યો ધારાસભ્યો અને ડાંગ જીલ્લાનાં સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો કોરોના મહામારી સંદર્ભે સરકારની માર્ગદર્શક સૂચનાઓના પાલન સાથે જોડાશે એમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવાયુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)