Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > દુર્લભ પટેલ આત્મહત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને હસ્તક, રાજ્ય પોલીસ વડાનો આદેશ

દુર્લભ પટેલ આત્મહત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને હસ્તક, રાજ્ય પોલીસ વડાનો આદેશ

0
138
  • સુરતના દુર્લભ પટેલની આત્મહત્યા કેસમાં નવો વળાંક
  • દુર્લભ પટેલની આત્મહત્યા કેસમાં જિલ્લા પોલીસ તપાસ નહીં કરી શકે
  • શહેર પોલીસ કમિશ્નરને આ કેસની તપાસ સોંપવામાં આવી

સુરત : શહેરના પાટીદાર આગેવાન (Patidar Leader) અને માંડવીમાં ક્વોરી ચલાવતાં દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ (Durlabh Bhai Gandalal Patel) આત્મહત્યા કેસ (durlabh patel suicide case) માં નવો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ સુરત જિલ્લા પોલીસ કરી રહી હતી. પરંતુ હવે જિલ્લા પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઇ છે. શહેર પોલીસ કમિશ્નરને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. આત્મહત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે. આ અંગેનો આદેશ રાજ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે.

ઓલપાડ તાલુકાના મુળદ ગામની ટોચ મર્યાદાવાળી સરકાર હસ્તક થયેલી સરકારી જમીન ખાનગી નામે કરવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આત્મહત્યા (durlabh patel suicide case) કરનારા દુર્લભ પટેલના ઘર સુધી આ રેલો પહોંચ્યો છે. પોલીસ તપાસમાં આ જમીનનો સાટાખત દુર્લભ પટેલના પુત્ર, પુત્રવધુ સહિત ચાર વ્યક્તિઓને નામે થયો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે બન્ને કેસોમાં કોઈ કનેકશન છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે આવશે કોર્ટનો ચુકાદો, અયોધ્યામાં હાઈએલર્ટ

આ સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન નવો ખુલાસો એ થયો છે કે સહકારી અગ્રણી દુર્લભ પટેલનો પરિવાર આ કૌભાંડમાં સામેલ હોઈ શકે છે. જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મૂળદ ગામની સરકારી જમીનનો સાટાખત દુર્લભભાઈ પુત્ર ધર્મેશ દુર્લભભાઈ પટેલ, બે પુત્રવધુ વૈશાલી ધર્મેશ પટેલ, રૂપલ જ્યંત પટેલ તથા હેંમત નટવરભાઈ પટેલના નામે કરવામાં આવ્યો હતો. જેના આધારે તેમના ઘરે દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સાટાખત મળી આવ્યા હતાં. ત્યારે કોને અને ક્યારે સાટાખત કર્યો હતો, તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે. દુર્લભભાઈના જમાઈ હેંમત પટેલની અટકાયત કરવામાં આવી છે. આ મામલે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે મૂળદ જમીન પ્રકરણ અને દુર્લભ પટેલ આત્મહત્યાની ઘટના વચ્ચે કોઈ કનેકશન છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.

સુરતના પીસાદની જમીનનો વિવાદ

સુરતના પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન મુદ્દે વિવાદ થયો હતો જેમાં પોલીસ અને અન્ય લોકો દ્વારા સતત દબાણ કરાતાં દુર્લભ પટેલે આત્મહત્યા (durlabh patel suicide case) કરી લીધી હતી. આ અંગે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે જમીનની અવેજની રકમ રૂ.24,03,88,687/- નક્કી થઈ હતી. આ જમીન પેટે રોકડા રૂ.18,00,00,00/- દુર્લભભાઈને મળ્યા હતા સાથે જ રૂ. 3,09,30,584/-ના અલગ અલગ બેંકના ચેકો મળ્યા હતા. જોકે દરમિયાન સ્ટાર ગ્રુપના કિશોર કોસિયાને ઇન્કમટેક્સની કાર્યવાહી થઈ હતી, જે તપાસના ભાગ રૂપે દુર્લભભાઈને ત્યાં પણ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ કરાયું હતું. ઇન્કમટેક્સની તપાસમાં દુર્લભભાઈના માથે13 કરોડથી વધારેની રકમની જવાબદારી પર ઉભી થઈ હતી. જો કે કિશોરભાઇએ આ રકમ આપવાનું આશ્વાન દુર્લભભાઈને આપ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પત્નીથી ત્રસ્ત પતિની આત્મહત્યા

જાન્યુઆરીમાં દુર્લભભાઇ પટેલને બળપૂર્વક પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં

જેમાં ઇન્કમટેક્સ પ્રશ્ન ઉકેલ્યા બાદ ગત જાન્યુઆરી 2020માં રાંદેર પોલીસ સ્ટેશનથી દુર્લભભાઈને બોલાવવા કેટલાક પોલીસકર્મીઓ આવ્યા હતા, જોકે રાત્રે અવવાને બદલે દુર્લભભાઈએ સવારે આવવાનું કહ્યું હતું, પરતું પોલીસકર્મીઓએ દબાણપૂર્વક કહ્યું હતું કે રાંદેર પી.આઈ. લક્ષ્મણ બોડાણા અત્યારે જ તમને મળવા માંગે છે, એટલે અમારી સાથે આવવું જ પડશે. જેથી દુર્લભભાઈ અને તેમનો દીકરો કિશોર રાંદેર પોલીસ સ્ટેશન ગયા હતાં.

પોલીસ મથકમાં પહેલેથી જ રાજુ લાખા ભરવાડ અને હેતલ નટવર દેસાઈ પી.આઈ ની ચેમ્બરમાં હાજર હતાં. પીઆઈ અને અન્ય હાજર લોકોએ અપમાન ભર્યા શબ્દો કહી જમીનની તાત્કલિક નોટરી રૂબરૂ લખાણ કરાવવાનું દબાણ કર્યું હતું. જેને પગલે રાત્રે જ લખાણ કરાવાયું હતું.

દુર્લભભાઈ (durlabh patel suicide case) પાસે લખાણ કરાવી દીધા બાદ વધુ દબાણ યથાવત રહ્યું હતું. તેમના ઘરે જુદા જુદા વ્યક્તિઓ તૈયાર સાટાખત સાથે આવતાં હતાં, દસ્તાવેજો પર સહી કરાવી જતાં હતાં. આવી તેનાં પર સહી કરાવવા સાથે વીડિયોગ્રાફી પણ કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં પણ રાજુભાઇ લાખાભાઇ ભરવાડ તથા હેતલભાઇ દેસાઇ તથા વિજયભાઇ સિંદે તથા મુકેશ કુલકર્ણી દુર્લભભાઈના ઘરે આવ્યાં હતાં. જમીનના કબજા સહિત તૈયાર સાટાખત તેમની સાથે લઇ આવી દુર્લભભાઈ અને તેમના દિકરાની સહી કરાવી હતી. આમ સતત દુર્લભભાઈને હેરાન કરવામાં આવી રહ્યા હતાં, જેથી તેમને આત્મહત્યાનું પગલું ભર્યું હતું.

આ કેસમાં બે આરોપી રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીની ધરપકડ

અત્રે ઉલ્લેખનીય છે કે દુર્લભ પટેલ આત્મહત્યા કેસ (durlabh patel suicide case) માં બે આરોપી રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીની ધરપકડ પણ કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ દુર્લભભાઇએ આત્મહત્યા કરી હતી. જમાં દુર્લભભાઈની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે કરોડોની જમીનની વિવાદમાં પોલીસ અને અન્યો દ્વારા દબાણથી કંટાળી દુર્લભભાઇએ જીવન ટુંકાવી લીધું હતું. આ મામલે રાંદેર પોલીસ મથકના પી.આઇ. સહિત અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો:  Hathras Gangrape Case: ગ્રામજનોના ઉગ્ર વિરોધ વચ્ચે દુષ્કર્મ પીડિતાના અંતિમ સંસ્કાર