Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: ઓલપાડમાં નકલી રેમડેસિવિર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 5 હજાર ઈન્જેક્શન વેચ્યાનો ખુલાસો

સુરત: ઓલપાડમાં નકલી રેમડેસિવિર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 5 હજાર ઈન્જેક્શન વેચ્યાનો ખુલાસો

0
19

સુરત: જિલ્લાના ઓલપાડ નજીકના પીંજરત ગામેથી નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીના ફાર્મ હાઉસમાં ગ્લુકોઝ, પાણી અને મીઠાનું મિશ્રણ કરીને નકલી રેમડેસિવિર ઈન્જેક્શન તૈયાર કરવામાં આવી રહ્યાં હતા. હાલ પોલીસે ફાર્મ હાઉસ પર દરોડો પાડીને 60 હજારથી વધુ નકલી ઈન્જેક્શન સાથે 6 જણાની ધરપકડ કરી છે. Remdesivir Factory

આ અંગે માહિતી આપતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ગુજરાતને કોરોના મુક્ત કરવાના સતત પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ કેટલાક તત્વો કોરોના સંક્રમિતો માટે સંજીવની સમાન રેમડેસિવિર ઈન્જેક્શનનોની કાળાબજારી કરી રહ્યાં છે. કેટલાક લોકો અન્ય પ્રકારના ઈન્જેક્શનના સ્ટિકર હટાવીને તેના પર રેમડેસિવિર ઈન્જેક્શનનું સ્ટિકર ચોંટાડીને નકલી ઈન્જેક્શન બનાવવાનું કામ કરી રહ્યાં છે.

આજે ક્રાઈમ બ્રાન્ચે મોરબી પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે રોયલ વિલા ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી નકલી રેમડેસિવિર ઈન્જેક્શન ભરેલા 400 બોક્સ મળી આવ્યા હતા. જેમાં પ્રત્યેક બોક્સમાં 14 થી 15 ઈન્જેક્શન છે. આ મામલે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ અત્યાર સુધીમાં આવા લગભગ 5 હજાર જેટલા નકલી ઈન્જેક્શનો માર્કેટમાં અને મજબૂલ લોકોને વેચી ચૂક્યાં છે.

આ પણ વાંચો:  AMCની સત્તાવાર વેબસાઈટ ઉપર રિયલ ટાઈમ બેડની સ્થિતિ જાણી શકાશે Remdesivir Factory

વધુમાં આરોપીઓએ જણાવ્યું કે, ઈન્જેક્શનની શીશી પર ચોંટાડવા માટે નકલી સ્ટીકર તેમણે મુંબઈમાંથી પ્રિન્ટ કરાવ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓ બિહાર અને મહારાષ્ટ્રના છે. પોલીસે હજુ સુધી કોઈ આરોપીઓના નામ જાહેર નથી કર્યાં. આ અંગે પોલીસનું કહેવું છે કે, આ સમગ્ર કૌભાંડના તાર ગુજરાતના અન્ય શહેરો સાથે પણ સંકળાયેલા છે અને તમામ ઠેકાણે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

આ કેસ સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મોરબી, રાજકોટ, ભરુચ અને સુરત પોલીસે મોટી સંખ્યામાં આવા લોકોની ધરપકડ કરી છે. જેઓ નકલી ઈન્જેક્શન બનાવવા ગોરખધંધામાં સામેલ હતા. Remdesivir Factory

1,117 ઈન્જેક્શન અમદાવાદના જુહાપુરામાંથી જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે, આ ઈન્જેક્શન અસલી છે કે નકલી? અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 લોકોની ધરપકડ કરી છે. મોરબી પોલીસે પણ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat