સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ભારતમાં ટેસ્ટ મેચ રમવા માટે આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયા બેંગલુરૂમાં ટ્રેનિંગ કરી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ પહેલા ભારતીય સ્પિનર આર.અશ્વિનનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાએ તેનો તોડ કાઢી લીધો છે. ગુજરાતના જૂનાગઢના રહેવાસી અને બરોડા તરફથી ઘરેલુ ક્રિકેટ રમતા અશ્વિનની જેમ બોલિંગ કરતા સ્પિનર મહેશ પિથિયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને નેટ્સ પર પ્રેક્ટિસ કરાવી રહ્યો છે.
Advertisement
Advertisement
ભારતના દરેક દાંવ સામે લડવા માટે ઓસ્ટ્રેલિયા તૈયારી કરી રહ્યુ છે. તે બેંગલુરૂમાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનની કાટ માટે પણ એક ખેલાડીને લઇને આવ્યા છે. લોકો તેને ડુપ્લીકેટ અશ્વિન કહી રહ્યા છે. આ ખેલાડીની બોલિંગ એક્શન સેમ ટુ સેમ અશ્વિન જેવી જ છે. આ સ્પિનરનું નામ મહેશ પિથિયા છે.
કોણ છે મહેશ પિથિયા?
મહેશ ગુજરાતના જૂનાગઢનો રહેવાસી છે અને ડૉમેસ્ટિક ક્રિકેટમાં બરોડા ટીમ તરફથી રમે છે. 21 વર્ષનો મહેશ પિથિયા પોતાની સ્પિન બોલિંગ પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. મહેશ પિથિયાના રાતોરાત ફેમસ થવાનું કારણ તેની અશ્વિન સાથે મળતી એક્શન છે. જોકે, એવુ નથી કે મહેશ પિથિયાએ અશ્વિનને બોલિંગ કરતા જોયો અને પછી કોપી કરવા લાગ્યો.
અશ્વિનની જેમ તેની એક્શન પણ નેચરલ છે. મહેશ પિથિયા જ્યારે 11 વર્ષનો હતો ત્યાર સુધી તેને અશ્વિનને ક્યારેય બોલિંગ કરતા જોયો નહતો. કારણ કે તેના ઘરમાં ટીવી નહતું. વર્ષ 2013માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં મહેશ પિથિયાએ અશ્વિનને બોલિંગ કરતા જોયો તો તેને ફેન બની ગયા હતા. ક્રિકેટ કેમ્પમાં તેની સ્કિલની ઓળખ થઇ અને પછી તેને બરોડા લાવવામાં આવ્યો હતો. અહી પઠાણ બ્રધર્સની નજર તેની પર પડી હતી અને તે પછી યૂસુફ પઠાણે તેને પોતાની સાથે ટ્રેનિંગ કરાવવાનું શરૂ કરી દીધુ હતુ.
તે બાદ આ ખેલાડી સતત એજ ગ્રુપ ક્રિકેટમાં પ્રદર્શન કરતો રહ્યો હતો અને સ્ટેટ ટીમમાંથી કોલની રાહ જોતો રહ્યો હતો. બે મહિના પહેલા જ બરોડાની ટીમમાં તેને બ્રેક મળ્યો હતો અને ડિસેમ્બર મહિનામાં આ બોલરનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ થયુ હતુ.
માત્ર 21 વર્ષના મહેશ પિથિયાએ માત્ર ચાર ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે પરંતુ તે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન જેવા બેટ્સમેનોને બોલિંગ કરી રહ્યો છે. મહેશ પિથિયાએ તાજેતરમાં નાગાલેન્ડ વિરૂદ્ધ 26 જાન્યુઆરીએ પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયન સપોર્ટ સ્ટાફે ઇંસ્ટાગ્રામ પર મહેશ પિથિયાને શોધ્યો હતો અને તેની બોલિંગ જોઇ હતી અને BCCIને આ ખેલાડીને પ્રેક્ટિસમાં લેવાની રિકવેસ્ટ કરી હતી.
મહેશ પિથિયાને તુરંત અલૂરના KSCA ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને બોલિંગ કરાવવા માટે બોલાવવામાં આવ્યો હતો, તેને તે હોટલમાં જ રોકવામાં આવ્યો છે જેમાં કાંગારૂ ટીમ રોકાયેલી છે અને તે તેમની જ બસમાં મુસાફરી કરી રહ્યો છે. 21 વર્ષની ઉંમરમાં કઇક આવુ થવુ કોઇ પણ ખેલાડી માટે સપનાથી ઓછુ નથી.
અશ્વિન વિરૂદ્ધ તૈયારીને લઇને ઓસ્ટ્રેલિયન ટીમ ટેન્શનમાં છે. કારણ કે ઓસ્ટ્રેલિયાને આશા છે કે ભારતમાં સ્પિન ફ્રેન્ડલી વિકેટ્સ હશે, જેની પર અશ્વિન અને ભારતીય સ્પિનર્સ ઓસ્ટ્રેલિયન ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે, માટે KSCA ગ્રાઉન્ડ ત્રણ વિકેટ તો કર્ણાટક ક્રિકેટ એસોસિએશને સ્પિન ફ્રેન્ડલી તૈયાર કરી છે, જે દર નવા દિવસે વધુ ટર્ન કરશે.
Advertisement