Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને એલર્ટ કરાયા

ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને એલર્ટ કરાયા

0
442

હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ અંગે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અરબ સાગરમાં સર્જાયે લૉ પ્રેસર વાવાઝોડામાં બદલાઈ શકે છે. આથી અગમચેતી સ્વરૂપે માછીમારોને આગામી થોડા દિવસો માટે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાતં મહત્વના તમામ બંદરો પર ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે.

રાજ્યના હવામાન વિભાગના નિર્દેશક જયંત સરકારે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાના કારણે આગામી 13 અને 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલ લૉ પ્રેશર 31 કિમી પ્રતિ કલાકની ગતિથી ઉત્તરની તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સોમવારે સવારે સાડા આઠ કલાકે તે લક્ષદ્વીપથી અંદાજે 240 કિલોમીટર, મુંબઈથી 760 કિલોમીટર અને વેરાવળ ગુજરાતથી 930 કિમી દૂર હતું. આ ચક્રવાતી તોફાન બાદમાં ગંભીર તોફાનમાં પરિવર્તન થાય, તેવું અનુમાન છે. તે આગામી 72 કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું અનુમાન છે.

નોંધનીય છે કે, હાલ ગુજરાત ભીષણ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી 43 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે.