Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ શરૂ, શહેરભરમાં છવાયો સન્નાટો

અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ શરૂ, શહેરભરમાં છવાયો સન્નાટો

0
29

અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ જીવલેણ કોરોના વાઈરસે (Corona Virus) હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણને કાબૂમાં (Corona Outbreak In Ahmedabad) લેવા માટે વહીવટી તંત્ર પણ સતત નવા પગલા ભરી જ રહ્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવાના ભાગરૂપે ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી બે દિવસ માટે સંપૂર્ણ કરફ્યુ (Ahmedabad Curfew) લાગૂ કરી દેવામાં આવ્યું છે. આજે કરફ્યુનો પ્રથમ દિવસ છે, ત્યારે શહેરભરમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કરફ્યુના (Ahmedabad Curfew) કડક અમલ માટે પોલીસ તંત્ર ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રએ પણ કમર કસી છે. કરફ્યૂના પગલે અમદાવાદમાં ઠેર-ઠેર પોલીસનો (Ahmedabad Police) કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતાં માર્ગો પર બેરિકેડ ગોઠવીને લોકોને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવાઈ રહ્યા છે.

કરફ્યૂના (Ahmedabad Curfew) પગલે બહારગામથી આવતા મુસાફરોને અગવડ ના પડે તે માટે પણ પોલીસ કમિશ્નરે આદેશ આપ્યાં છે. જેથી બહારગામથી આવતા મુસાફરોને ટિકિટ દર્શાવ્યા બાદ મંજૂરી આપવામાં આવે છે.

પોલીસ (Ahmedabad Police) દ્વારા લોકોને કામ વિના બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં કરફ્યુના (Ahmedabad Curfew) ગાળામાં બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકોને અટકાવીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ચેતવણી આપી છે કે, જાહેરનામાંનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યુના પગલે મહેસાણા એસટી ડિવિઝને 48 રૂટ બંધ રાખ્યા

જણાવી દઈએ કે, અમદાવાદમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને (Corona Outbreak In Ahmedabad) જોતા વહીવટી તંત્ર દ્વારા ગુરુવારે મોડી રાત્રે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ અમદાવાદમાં 57 કલાકના કરફ્યુની (Ahmedabad Curfew) જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે અમદાવાદમાં મોલ, માર્કેટ સહિત તમામ દુકાનો સાંજે 8 વાગ્યાની આસપાસ બંધ થઈ ગઈ હતી. જો કે આ કરફ્યુ દરમિયાન દૂધ અને દવાનું વેચાણ કરતી દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.