Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMC સંચાલિત દુધેશ્વર સ્મશાનગૃહ (Dudheshwar Cemetery)માં સ્વચ્છતાના નામે મીંડુ

AMC સંચાલિત દુધેશ્વર સ્મશાનગૃહ (Dudheshwar Cemetery)માં સ્વચ્છતાના નામે મીંડુ

0
61
  •  પંખા ગાયબ, બાંકડા તૂટેલા અને ટયૂબ લાઇટના ખોખા ખાલીખમ
  • સુવિધાઓનો અંત આણ્યો હોવાનો સામાજિક કાર્યકરનો આરોપ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત દૂધેશ્વર અંતિમધામ ( સ્મશાનગૃહ Dudheshwar Cemetery )માં જાણે કે સુવિધાઓએ પણ અંત આણ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

અહીં પંખા કયાંય દેખાતા નથી તો બેસવાના બાકડાં તૂટી ગયા છે કાંતો રેતીનો થર જામ્યો છે. સોડિયમ લાઇટોના ખોખા ખાલીખમ હોવાની ફરિયાદ સામાજિક કાર્યકર પ્રવિણસિંહ દરબારે જણાવ્યું છે.

અસારવા સ્થિત જહાંગીરપુરા યુથ એન્ડ ફ્રેન્ડઝ સર્કલના પ્રમુખ પ્રવિણસિંહ દરબારે જણાવ્યું છે કે દૂધેશ્વર સ્મશાનગુહ (Dudheshwar Cemetery)માં છેલ્લાં ઘણાં સમયથી પંખા નથી. પંખા લગાવેલા છે પરંતુ હાલ ત્યાં કયાંય પંખા નથી.

આ પણ વાંચોઃ ગાંધીનગર: 7 મહિના બાદ ખુલશે અક્ષરધામ મંદિર, જાણી શું રહેશે નિયમ

બધા જ પંખા કોઇ ઉખાડી ગયું છે અથવા તો ચોરાઇ ગયા હોય તેવું લાગે છે. બેસવાના બાકડાં તૂટેલી હાલતમાં જોવા મળે છે. જે છે તે પણ ગંદા અને ધૂળ ચોટેલી હોય તેવી સ્થિતિમાં છે. જયારે સોડીયમ લાઇટો છે તો અમૂકમાં ટયુબ જ નથી. માત્ર ખોખું જ હોય છે. અને ચાલુ હોય તો ઢાંકણા વગરની ખુલ્લી લાઇટો જોવા મળે છે.

Dudheshwar Cemetery

Dudheshwar Cemetery

અંતિમદાહની પ્રક્રિયામાં થતો વિલંબ Dudheshwar Cemetery

પ્રવિણસિંહના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો થઇ રહી છે ત્યારે આ સ્મશાનગુહ (Dudheshwar Cemetery)માં અસ્વસ્છતાના દર્શન થાય છે. અહીંયા લાકડાં તેમ જ પૂળા પણ લીલા જ હોય છે. જેથી અંતિમદાહની સમગ્ર પ્રક્રિયા મોડી થાય છે.

Dudheshwar Cemeteryમાં ટોઇલેટ, બાથરૂમના ઠેકાણાં નથી. તો પીવાના પાણીની પણ સમસ્યા છે. ડાઘુ ભાઇઓને ન્હાવા માટેની પણ કોઇ વ્યવસ્થા નથી. દૂધેશ્વનર સ્મશાનગુહ ખાતે સુવિધાના નામે મીડું છે. સ્વસ્છતાનો સંપૂર્ણ અભાવ છે.

Dudheshwar Cemetery

Dudheshwar Cemetery

મુત્યુ નોંધણી કરનાર કર્મચારી પણ હાજર હોય, ના હોય તેવું જણાઇ આવે છે. તો આ અંગે મ્યુનિ. કોર્પોરેશન દ્રારા જરૂરિયાત મુજબની સુવિધાઓ પ્રજાને પુરી પાડવામાં આવે તેવી માંગણી કરી છે.

આ પણ વાંચોઃ DCP વિજય પટેલે નવરાત્રીના ગરબા મુદ્દે યુવતીને ધમકી આપનાર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો

60 લાખની વસતી સામે અમદાવાદમાં 21 સ્મશાનગૃહ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરનો વિસ્તાર 466 કિ.મી.નો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 55 લાખથી વધુ વસ્તી છે. હાલ આ આંકડો 60 લાખ પર પહોંચ્યો છે. શહેરમાં 48 વોર્ડ છે. તેની સામે સ્મશાનગુહ માત્ર 21 છે

એલીસબ્રીજ, વાડજ, સાબરમતી, દૂધેશ્વર (Dudheshwar Cemetery), નરોડા, સૈજપુર, ઠક્કરનગર, ઓઢવ, ખોખરા, રખિયાલ, ચામુંડા, ઇસનપુર, સપ્તર્ષી, થલતેજ, સરખેજ, વેજલપુર, ચાંદખેડા, વટવા, વાસણા, નારોલ તથા નરોડામાં છે. આ સ્મશાનગુહો આવેલા છે.