યુક્રેઇનની 11 મોડેલ્સ અને રશિયન ફોટોગ્રાફરની દુબઇમાં ધરપકડ, જેલની સજા થઇ શકે
દુબઇઃ દુબઇમાં એક બહુમાળી ઇમારતની બાલકનીમાં ઉભા રહી 40 મહિલાઓએ ન્યૂડ પોઝ( Dubai Nude Pose) આપતા વિવાદ સર્જાયો છે. જેને પગલે કેટલીક મોડલ્સ સહિત ફોટોગ્રાફરની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે તેમને 6 મહિના સુધીની જેલની સજા થઇ શકે છે. 20 વર્ષની આસપાસની આ તમામ મહિલાઓ વિદેશી મોડેલ્સ છે. તે રશિયા, બેલારુસ, મોલ્દોવા અને યુક્રેઇનની હોવાનું કહેવાય છે. અત્યારે દુબઇ પોલીસે જાહેરમાં ભ્રષ્ટ આચરણ માટે યુક્રેઇનની મોડેલ્સને પકડી છે. બાકીની શોધ થઇ રહી છે.
રશિયન ફોટોગ્રાફર પર નગ્ન ફોટોશૂટ કરાવવાનો આરોપ
ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટમાં 40 મોડેલ્સ સામેલ હતી. જેમની વય 20 વર્ષ જેટલી છ. તેના માટે રશિયાના ફોટોગ્રાફરની પણ ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ એલેક્સી કોંતસોવા છે. એવો આરોપ છે કે એલેક્સીએ જ દુબઇની ઇમારતની બાલકનીમાં નગ્ન મહિલાઓના પોઝના વિવાદાસ્પદ ફોટો શૂટનું આયોજન કર્યું હતું.


Dubai Photo
આ પણ વાંચોઃ જન્મદિન વિશેષ: ‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાના, હસતા ચહેરા પાછળ છૂપાઈ છે દર્દનાક કહાની
મેં માત્ર વીડિયો અને ફોટા વાયરલ કર્યાઃ ફોટોગ્રાફર
જો કે એલેક્સી આરોપ નકારે છે. તેનું કહેવું છે કે તે ફોટોશૂટ (Dubai Nude Pose) વખતે એપાર્ટમેન્ટમાં હાજર હતો. તેણે આ મહિલાઓના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી દીધા હતા. જે તેને ભારે પડી રહ્યું છે. કારણ કે એડલ્ટ વીડિયો શેર કરવાનું યુએઇમાં ગુનો માનવામાં આવે છે. અત્યારે એલેક્સી દુબઇની જેલમાં બંધ છે, તેણે પોતાના માટે એક વકીલની વ્યવસ્થા કરી રહ્યો છે. આરોપો પુરવાર થશે તો તેને દોઢ વર્ષની જેલની સજા થઇ શકે છે.
દુબઇમાં નગ્ન ફોટોશૂટથી આક્રોશ
દરમિયાન યુક્રેઇનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી જણાવ્યું કે તેમના દેશની 11 મહિલાઓની દુબઇમાં ધરપકડ કરવામાં આવી હોવાનો મામલો સાંભળવા મળ્યો છે. આ ફોટોશૂટને કારણે દુબઇના સરકારી તંત્રમાં અને લોકોમાં રોષ ફેલાયો છે.


Dubai pose
કેટલાક રિપોર્ટના દાવાની માનીએ તો આ તમામ મોડેલ્સ એમેરિકાની એડલ્ટ વેબસાઇટ માટે પોર્ન શૂટ કરવાની તૈયારી કરી રહી હતી. નોંધનીય છે કે દુબઇમાં સ્થાનિક લોકો ઉપરાંત પ્રવાસીઓ માટે પણ તમામ કાયદાનો કડક અમલ જરુરી હોય છે. Dubai Nude Pose
2017માં બ્રિટિશ મહિલાને જેલની સજા થઇ હતી
અગાઉ પણ દુબઇમાં કેટલાક પ્રવાસીઓની ધરપકડના મામલે પ્રકાશમાં આવ્યા છે. 2017માં એક બ્રિટિશ મહિલાને એક વર્ષની જેલની સજા થઇ હતી. તેના પર લગ્ન વિના પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ હતો. જે દુબઇમાં ગેરકાયદેસર છે.