Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સતત મોબાઈલ, લેપટોપ, ટીવી જોવાના કારણે ડ્રાય આઈ. ના કેસોમાં દસ ગણો વધારો થયો : ડો. પાર્થ રાણા

સતત મોબાઈલ, લેપટોપ, ટીવી જોવાના કારણે ડ્રાય આઈ. ના કેસોમાં દસ ગણો વધારો થયો : ડો. પાર્થ રાણા

0
6
  • આંખની ચકાસણી રેગ્યુલર નહિ કરાવવાના કારણે ઝામરના કેસોનો સાચો આંકડો પ્રકાશમાં આવતો નથી
  • 100માંથી 10 કેસમાં ઝામર હોઈ શકે છે : ઝામરના કેસોને ઉગતા ડામવા માટેનું પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં સૌપ્રથમ મશીન લાવવામાં આવ્યું

ગાંધીનગર: કોરોનાના કારણે આર્થિક જ નહીં બલ્કે શારીરિક તકલીફોના કેસો પણ ખૂબ વધ્યા છે. માનસિક તણાવથી લઈને આંખોની તકલીફોની ફરિયાદો વધી છે. નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઈ હોસ્પિટલના વિટ્રીઓ ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાના જણાવ્યા મુજબ ડ્રાય આઈ ના કેસોમાં 10 ગણો વધારો થયો છે. જ્યારે ઝામરના રોગ 100 વ્યક્તિમાંથી 10 વ્યક્તિમાં હોઈ શકે. પરંતુ લોકો નિદાનથી અજાણ હોવા અથવા આંખોની રેગ્યુલર ચકાસણી કરાવતા નહિ હોવાથી આ અંગેના કેસોનો સાચો આંકડો પ્રકાશમાં આવતો નથી. આ રોગમાં અંધત્વ પણ આવી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ઝામરના રોગને શરૂઆતના સ્ટેજમાં પકડી શકાય તેવું ગુજરાતના સૌ પ્રથમ તેમજ ડ્રાય આઇની તકલીફને ચાર અલગ રીતે માપી શકાય તેવા અમદાવાદનાં સૌ પ્રથમ એવા અદ્યતન બે મશીન પરિમલ ગાર્ડન પાસે આવેલી નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઇ હોસ્પિટલમાં ઉપલબ્ધ થયાં છે. આ બંને અદ્યતન મશીન દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થશે.તેમાંય જર્મની મેઇડ ઝામરનું મશીન તો પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં પ્રથમ લાવવામાં આવ્યું છે. જ્યારે ડ્રાય આઈનું અદ્યતન
મશીન ગુજરાતમાં બીજું અને અમદાવાદમાં પહેલું છે.

નેત્રાલય સુપર સ્પેશ્યાલિટી આઇ હોસ્પિટલના વિટ્રીઓ ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણા જણાવે છે  કે, હોસ્પિટલમાં અમે ઝામરના દર્દી અને ડ્રાય આઇના દર્દીની તકલીફનું ઝડપી નિદાન અને સારવાર કરવાના આશયથી બે અદ્યતન મશીન ઉપલબ્ધ કર્યાં છે. કારણ કે, દર્દીને એકવાર ઝામર થયા બાદ ઝામરથી થયેલાં આંખના નુકશાનને પાછું વાળી શકાતુ નથી. તેના માટે જરૂરી છે કે, ઝામરનું ખુબ ઝડપથી નિદાન કરીને તેની સારવાર કરવામાં આવે. જેથી ઝામરના રોગનું શરૂઆતના સ્ટેજમાં નિદાન કરી ઉગતો ડામી શકાય તેવું ગુજરાતનું પ્રથમ ‘અદ્યતન ઝાઈસ હમ્પરી પેરીમીટર’મશીન લાભદાયક સાબિત થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં મોબાઇલ અને લેપટોપ પર કામ કરવામાં લોકો વધુ સમય પસાર કરતાં હોવાથી મોબાઇલ-લેપટોપના વધુ પડતાં ઉપયોગથી લોકોમાં ડ્રાય આઇની તકલીફમાં વધારો થયો છે. ડ્રાય આઇની સમસ્યાને ચાર અલગ અલગ રીતે માપી શકાય તેવું સમગ્ર અમદાવાદનું સૌપ્રથમ મશીન ‘નેત્રાલય સુપર સ્પેશ્યાલીટી આઇ હોસ્પિટલ’માં ઉપલબ્ધ થયું છે.

પહેલાં ડ્રાય આઈના કેસો 15થી 40 વયના લોકોમાં જોવા મળતાં હતા. આજે બાળકોને જમાડવા માટે પણ બાળકને મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. જેના કારણે હાલ 2 વર્ષથી માંડીને 70 વર્ષના વડીલોમાં પણ જોવા મળે છે. કોરોના બાદ લોકો ઘરમાં વધુ સમય કોમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ, ટી.વી.નો સતત ઉપયોગ કરતાં હોવાથી કેસોમાં ઉછાળો આવ્યો છે. આ પરિસ્થિતિ નિવારવા લોકોએ 20 મિનિટ બાદ 20 સેકન્ડ ઉભા થઈ જવું અથવા તો પછી નજર સ્ક્રિન પરથી હટાવી લેવી હિતાવહ છે.

 જ્યારે ડો. શીતલ જાનીએ ઝામરની બિમારી અંગે જણાવ્યું હતું કે, ઝામર ( ગલોકોમા )થી કાયમી અંધત્વ થાય છે. ભારતમાં 12 મિલિયન લોકોને ઝામરની બીમારી છે. જ્યારે 1મીલિયન લોકોએ દ્રષ્ટિ ગુમાવી છે. આ સ્થિતિ આવે તે પહેલાં ઝામરની બીમારી પકડવી જરૂરી છે. ઝામરની બીમારી તે નજરનો છૂપો ચોર છે.

ડો. જાનીએ વધુમાં ઝામરની બિમારી થવા પાછળના મુખ્ય કારણો જણાવતાં ઉમેર્યું હતું કે, વારસાગત, માઇનસ કે પ્લસમાં ચશ્માંના હાઈ નંબર હોય કે આંખમાં ગમે ત્યારે વાગ્યું હોય, સ્ટીરોઇડ કે શ્વાસની બિમારીમાં પંપ લેતા હોય તેમ જ 60થી વધુ વય અને આંખમાં સોજો આવતો હોય વગેરે કારણો છે. જેથી વહેલી તપાસ કરાવીને નિદાન કરાવવું જરૂરી છે.

ઝામર માટે ઝાઈસ હમ્પરી પેરીમીટર’ 840 i’ મશીન’ ના શું છે ફાયદા ?

– ‘ઝાઈસ હમ્પરી પેરીમીટર’માં અદ્યતન બ્લુ ઓન યલો ટેકનોલોજીને લીધે ઝામરનું શરૂઆતના સ્ટેજમાં જ નિદાન કરીને તેની ચોક્કસ સારવાર કરી શકાય છે.

– શરૂઆતના સ્ટેજમાં ઝામર પકડી શકાય છે

– રિપોર્ટ કરવાના સમયમાં ઘટાડો થાય છે.

– મગજમાં થતી તકલીફને કારણે જે દર્દીઓને દ્રષ્ટિમાં તકલીફ હોય તેમની પણ પેરામેટ્રી કરી શકાય છે.

– બધાં જ રિપોર્ટસ ડીજીટલી જોઇ શકાય છે અને દર્દીને મોકલી શકાય છે.

– ચેકઅપ કરતી જો દર્દીનું ધ્યાન ખસે તો મશીન જાતે ચેક કરી શકે અને જાતે રિપોર્ટ રોકી પણ શકે છે, જેથી ભુલ થવાની શક્યતા નહિવત રહે છે.

ડ્રાય આઇ ચાર અલગ અલગ રીતે માપી શકાય

– મોબાઇલ- લેપટોપ સ્ક્રીનનાં વધુ ઉપયોગથી વધેલી ડ્રાય આઇની તકલીફને અદ્યતન મશીન ચાર અલગ અલગ રીતે માપી શકે છે.

– ડ્રાય આઇની તકલીફમાં આંખોમાં બળતરા, આંખ લાલ થવી, ઝાંખું દેખાવું તેમજ વારંવાર આંખો પટપટાવાની ફરિયાદમાં દર્દીને ઠંડકના ટીપા આપીને ટેમ્પરરી સારવારને બદલે સચોટ સારવાર કરી શકાય છે. મશીન ચાર અલગ અલગ રીતે માપી શકે છે.

– ડ્રાય આઇની તકલીફમાં આંખોમાં બળતરા, આંખ લાલ થવી, ઝાંખું દેખાવું તેમજ વારંવાર આંખો પટપટાવાની ફરિયાદમાં દર્દીને ઠંડકના ટીપા આપીને ટેમ્પરરી સારવારને બદલે સચોટ સારવાર કરી શકાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat