Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત બની રહ્યું છે ટ્રાન્ઝિટ પોઇન્ટ: દસ જ દિવસમાં જ રૂપિયા 730 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત બની રહ્યું છે ટ્રાન્ઝિટ પોઇન્ટ: દસ જ દિવસમાં જ રૂપિયા 730 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

0
2

દેશના યુવધનને બરબાદ કરવા માટે નાપાક પાકિસ્તાન વધુ એક ચાલ રમી રહ્યું છે. પાકિસ્તાન ભારતમાં એનકેન રીતે ભારતમાં ડ્રગ્સ અને નશીલી દવાઓ ઘૂસાડી રહ્યું છે. જોકે, આ માટે ડ્રગ્સની હેરાફેરીમાં ગુજરાત ધીમે-ધીમે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ધીમે ધીમે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત એટીએસ સહિત દેશની એજન્સીઓની સક્રિયતાથી ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 30,000 કરોડનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે.

પાકિસ્તાનથી પંજાબ મોકલવા માટે વાયા રાજસ્થાન ચાલતા નેટવર્કમાં ગુજરાત એટીએસ અત્યાર સુધીમાં એક ડઝન આરોપીઓને પકડી ચૂકી છે અને વધુ ધરપકડો માટેની તપાસ ચાલુ છે.

ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરાય છે તેના માટે ગુજરાતના કુલ 42 બંદરમાંથી કોઈ પણ બંદરનો ઉપયોગ થઈ શકે છે તેમ જાણકારોનું કહેવું છે. આવી પાક્કી માહિતી પછી ગુજરાત એટીએસએ નશાખોરી અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી દસ જ દિવસમાં 730 કરોડનું ડ્રગ્સ પકડી પાડયું છે.

નવેમ્બર મહિનામાં તા. 14ના રોજ 600 કરોડનું ડ્રગ્સ નવલખી પોર્ટ પાસેના ઝીંઝુડા ગામેથી પકડવામાં આવ્યું હતું. ડ્રગ્સના જથ્થા સાથે સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુક્તારહુસેન અને ગુલામહુસેન ભગાડને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પછી તા. 17ના રોજ 120 કરોડનું 24 કિલો ડ્રગ્સ જામકલ્યાણપુરા તાલુકાના નાવદ્રા ગામેથી અનવર મુસા પટેલિયાના મકાનમાંથી પકડી પાડવામાં આવ્યું હતું.

મોટા કેસમાં મુદ્રા પોર્ટ પર 21,000 કરોડનું ડ્રગ્સ, જખૌ પાસે 175 કરોડનું હેરોઈન, હજીરા પોર્ટ પર 120 કરોડની નશીલી દવા, મુંદરા નજીક 3000 કરોડનું ડ્રગ્સ, પોરબંદર પાસે 500 કરોડનું ડ્રગ્સ, સલાયા નજીક 8 કિલો હેરોઈન અને વર્ષ 2017માં કોસ્ટગાર્ડે 1500 કિલો હેરોઈન પકડી પાડયું હતું.

600 કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા મુખ્તાર હુસેનની પૂછપરછમાં ડ્રગ્સનો વધારાનો જથ્થો પકડાયો હતો. પાંચ દિવસ પછી તા. 22ના રોજ 10 કરોડનું બે કિલો ડ્રગ્સ જામનગરના બેડી રોડ પર રહીમ ઉર્ફે હાજી પાસેથી કબજે કરવામાં આવ્યું છે. આમ, એટીએસએ દસ જ દિવસમાં 730 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડયું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat