ગાંધીનગર: ગુજરાત ATS અને DRIએ સંયુક્ત રીતે ઓપરેશન ‘ગિયર બોક્સ’ શરૂ કરવામાં આવ્યુ છે. કોલકાતાથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યુ, ઓપરેશન ગીયર બોક્સના નામથી ગુજરાત ATSએ કાર્યવાહી કરી છે, સેંચુરી નામના કન્ટેનરમાં 12 ગીયર બોક્સમાં સફેદ રંગનું માર્કિગ હતુ, ડ્રગ્સા 72 પેકેટ મળ્યા હતા.
Advertisement
Advertisement
ગુજરાત ATSએ સ્ક્રેપના કન્ટેનરમાં લવાયેલું 200 કરોડનું 40 કિલો હેરોઇન પકડ્યું છે, કન્ટેનર ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી આવ્યું હતું. પશ્ચિમ બંગાળના કોલકાતા બંદર પર કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી. દુબઇના આ કન્ટેનરનું વજન 9300 કિલોગ્રામ ભારે ઓગળતો ભંગાર હોવાનું જાહેર કરવામાં આવ્યુ હતુ. સ્ક્રેપ્ટમાં ગિયર બોક્સ અને અન્ય ધાતુના ભંગાર, બેગમાં કુલ 39.5 કિગ્રા પાઉડરના વજનવાળા 72 પેકેટમાં માદક પદાર્થ મળી આવ્યો હતો અને રિકવર કરી FSLમાં પરિક્ષણ કરી હેરોઇન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું.
DRIએ NDPS એક્ટ 1985ની જોગવાઇઓ હેઠળ ફરિયાદ નોંધી જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ શોધાયેલા એક કેસમાં 75 કિલો હેરોઇન રિકવર કરવામાં આવ્યુ હતુ. 395 કિલો વજનના દોરાને માદક દ્રવ્ય-હેરોઇન ધરાવતા સોલ્યુશનમાં પલાળવામાં આવ્યા હતા, જેને પછી સુકાઇને ગાંસડીમાં બનાવવામાં આવ્યા હતા અને બેગમાં પેક કરવામાં આવ્યા હતા.
Advertisement