Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > Exclusive: ડ્રગ્સ રેકેટનો આરોપી આદિલ છે કરોડપતિ, હોટલો અને પેટ્રોલ પંપોનો છે માલિક

Exclusive: ડ્રગ્સ રેકેટનો આરોપી આદિલ છે કરોડપતિ, હોટલો અને પેટ્રોલ પંપોનો છે માલિક

0
723

સુરત: શહેરમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક પછી એક નવા ખુલાસા થયા છે. ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધી સાત આરોપી ઝડપાયા છે. જ્યારે આદિલ નામના એક યુવક વોન્ટેડ જાહેર કરાયો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે, આદિલ (Adil Salim Noorani) સુરતના મોભાદાર પરિવારમાંથી આવે છે. આદિલ (Adil Salim Noorani) દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હતું.

સુરતમાંથી 1.31 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટમાં સાત આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. જેમાં સલમાન ઝવેરી, પજ્ઞેશ ઠુમમર, વિનય સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસની તપાસમાં એક મહત્વનું નામ સતત આવી રહ્યું હતું તે છે આદિલ (Adil Salim Noorani). સુરત શહેરમાં જ રહેતો આદિલ ડ્રગ્સના નેટવર્કનો મોટો ખેલાડી હોવાનું તપાસમાં આવ્યું હોવાથી તેની તપાસ કરવામાં આવતાં પોલીસ પણ ચોંકી હતી. આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ નંબરને આધારે ક્રાઇમ બ્રાન્ચ આદિલ (Adil Salim Noorani) સુધી પહોંચી હતી, જોકે પોલીસ આવે તે પહેલાં આદિલ ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: કોરોનાથી ક્યારે છુટકારો મળશે, ફરી ઉથલો મારે છે કે કેમ? આ અંગે જાણો ડૉ. કમલેશ ઉપાધ્યાય શું કહે છે

પોલીસ સૂત્રો પાસથી મળતી માહિતી અનુસાર આદિલનું આખું નામ આદિલ સલીમ નુરાની (Adil Salim Noorani) છે. સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલી કરીમાબાદ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. આ કરોડપતિ પરિવારની સુરતના જુના આરટીઓ પાસે અને કડોદરા ખાતે ખૂબ જાણીતી હોટલ છે, આ ઉપરાંત કતારગામ-કડોદરા ખાતે પેટ્રોલ પંપ છે. આમ આદિલ (Adil Salim Noorani) પાસે કરોડો રૂપિયા છે, ત્યારે ડ્રગ્સના ધંધામાં તે કેવી રીતે જોડાયો અને તેનો શુ રોલ આ રેકેટમાં છે તે અંગે હાલ પોલીસ કશું પણ બોલવા તૈયાર નથી. ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું છે, આ અંગે ગુરુવારે પોલીસ કમિશ્નર કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મીડિયાને અધિકૃત માહિતી આપી શકે છે.

આ પણ વાંચો: સુરત-અમદાવાદ રાજ્યના ડ્રગ્સ કેપિટલઃ સુરતમાં 1.31 કરોડનું ડ્રગ્સ પકડાયુ

આદિલ (Adil Salim Noorani) સામે LOC જાહેર કરાયુ હતું.

આદિલ (Adil Salim Noorani) ફરાર થયો હોવાથી, તેને શોધવા અલગ અલગ ટીમ કામ કરી રહી હતી. પોલીસ દ્વારા આદિલ વિદેશ ભાગી જાય તેવી શક્યતાને જોતા તેની વિરૃધ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયુ હતું. કોઈ આરોપી દેશ છોડીને ભાગી જાય તેવી શક્યતાને પગલે તમામ એરપોર્ટ પર આરોપીના ફોટા સાથેની વિગતો આપવામાં આવતી હોય છે, જેથી તે એરપોર્ટ આવે તો તેની ધરપકડ કરી શકાય.