Gujarat Exclusive > યુથ > મનોરંજન > દિપીકા, સારા, શ્રદ્ધાના બેંક એકાઉન્ટનો વારો, સાત અભિનેતાઓની પણ પૂછપરછ થશે

દિપીકા, સારા, શ્રદ્ધાના બેંક એકાઉન્ટનો વારો, સાત અભિનેતાઓની પણ પૂછપરછ થશે

0
154
  • ડ્ર્ગ્સ કેસમાં ત્રણ અભિનેત્રીઓના બેંક એકાઉન્ટની તપાસ કરાશે
  • NCB ટૂંક સમયમાં મોટા 7 અભિનેતાઓની પૂછપરછ પણ કરશે
  • CBIની તપાસના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છીએ : અનિલ દેશમુખ

મુંબઇ : ડ્રગ્સ કેસમાં જ્યારથી બોલીવુડના કલાકારોના નામો સામે આવવા લાગ્યા છે ત્યારથી આ મામલો વધુ ને વધુ અટપટો થતો જાય છે. હાલમાં પૂરા ભારતમાં ડ્રગ્સ કેસની સૌ કોઇ પરિચિત છે. આ કેસમાં દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ જેવાં કલાકારો ફસાયેલા છે. NCB (drugs celebrities news) એ આ મામલે આ હિરોઇનોની પૂછપરછ પણ કરી રહી છે. ત્યારે હવે NCB દિપીકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના બેંક એકાઉન્ટની તપાસ કરશે. આ સાથે જ NCB હવે ટૂંક સમયમાં મોટા 7 અભિનેતાઓની પૂછપરછ પણ કરશે.

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં ડ્રગ્સ એંગલને લઇને NCB બોલીવુડની ત્રણ મોટી અભિનેત્રીઓની પૂછપરછ કરી ચૂકી છે. ત્યારે હવે NCB (drugs celebrities news) આ ત્રણ અભિનેત્રીઓના બેંક એકાઉન્ટ દ્વારા થયેલી લેણદેણ અંગેની તપાસ કરશે.

આ પણ વાંચો: બહારગામથી સુરત જતા ચેતજો, આટલા દિવસ સુધી થવું પડશે હોમ ક્વૉરન્ટાઇન

(drugs celebrities news)

NCB હવે એ તપાસમાં લાગી ગઇ છે કે શું આ ત્રણેય અભિનેત્રીઓએ ડ્ર્ગ્સની લે-વેચને લઇને કોઇ લેણદેણ કરી છે કે નહીં. ત્રણેય અભિનેત્રીઓના ક્રેડિટ કાર્ડનું છેલ્લાં ત્રણ વર્ષનું પેમેન્ટ્સ શોધવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ કેસમાં બોલીવુડના મોટા-મોટા પ્રોડ્યુસર અને સાત મોટા અભિનેતાઓ સાથે પણ પૂછપરછ કરવાની લીલી ઝંડી મળી ગઇ છે.

NCB પ્રમુખે અભિનેત્રીઓ અને ડ્રગ્સ પેડલરમાં જે-જે નામ સામે આવ્યાં છે તેમની પૂછપરછ કરવાની પરવાનગી આપી દેવાઇ છે. હવે જલ્દી NCB (drugs celebrities news) આ અભિનેતાઓની ડ્રગ્સ મામલે પૂછપરછ શરૂ કરશે. આ સિવાય મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું કહેવું છે કે તે CBIની તપાસના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છીએ.

અનિલ દેશમુખે જણાવ્યું કે, “CBIને આ કેસ સોંપ્યાના ડોઢ મહીનાથી પણ વધુ થઇ ગયો છે પરંતુ હજી સુધી તપાસ ક્યાં સુધી પહોંચી.” સુશાંત સિંહ મામલાની તપાસની તેઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. અનિલ દેશમુખે જણાવ્યું કે, મહારાષ્ટ્ર પોલીસ પોતાની રીતે તો તપાસ કરી જ રહી હતી પરંતુ આ મામલાની તપાસ એકાએક CBIને સોંપી દેવામાં આવી.

આ પણ વાંચો: કોરોના વકર્યો : અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો ‘હાઉસફુલ’, વેન્ટિલેટર સાથેના માત્ર 16 ICU બેડ ખાલી