Gujarat Exclusive > દેશ-વિદેશ > Drug Case: કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ, સમન્સ મોકલ્યુ

Drug Case: કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ, સમન્સ મોકલ્યુ

0
104

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સતત બોલિવૂડ સાથે જોડાયેલી હસ્તીઓના ઘરે રેડ કરી રહી છે. આ યાદીમાં એનસીબીની ટીમે મહિલા કોમેડિયન ભારતી સિંહના ઘરે રેડ કરી છે. અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર NCBની ટીમે ટીવી અભિનેત્રી ભારતી સિંહના ઘરે કેટલીક માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યુ છે. હજુ સુધી આ ખબર નથી પડી શકી કે ડ્રગ્સ કેટલી માત્રામાં મળી છે પરંતુ એનસીબીની ટીમે ટીવી અભિનેત્રી ભારતી સિંહ અને તેના પતિને સમન્સ મોકલ્યુ છે.Drugs Case

જાણકારી અનુસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે ભારતી સિંહના અંધેરી વિસ્તારમાં આવેલા ઘરમાં રેડ કરી હતી અને ત્યાથી ડ્રગ્સ જપ્ત કર્યુ છે, જે સમયે એનસીબીની ટીમે આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો તે સમયે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ ઘરે જ હતા. હજુ સુધી જાણકારી અનુસાર એનસીબીની ટીમને ભારતી સિંહના ઘરમાંથી થોડી માત્રામાં જ ડ્રગ્સ મળ્યુ છે. Drugs Case

ભારતી સિંહના ઘરે ડ્રગ્સ મળ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ભારતી અને તેના પતિ હર્ષને પૂછપરછ માટે સમન્સ મોકલ્યુ છે. હવે જોવુ રહ્યુ કે ભારતી અને તેના પતિ એનસીબીના કાર્યાલયમાં ક્યારે પહોચે છે. Drugs Case

આ પણ વાંચો :ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આજે જન્મદિન