Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગરમાં બોટ પલટી મારતા 5 યુવાનો ડૂબ્યાં હતાં, 2ના મોત થતા ચકચાર

ભાવનગરમાં બોટ પલટી મારતા 5 યુવાનો ડૂબ્યાં હતાં, 2ના મોત થતા ચકચાર

0
222
  • વીરપુર ગામે તળાવમાં હોડી પલટી મારતા 5 યુવાનો ડૂબ્યા
  • મોણપર ગામના 2 યુવાનોના મોત થતા ગ્રામજનોમાં શોકની લાગણી
  • અગાઉ પણ કનાડ-ખારી ગામ વચ્ચેના તળાવમાં માતા અને પુત્ર -પુત્રી સહિત ત્રણનાં ડૂબી જતા મોત નિપજ્યા હતાં

વીરપુર : ભાવનગરના જેસરના વીરપુર ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે. વીરપુર ગામે તળાવમાં હોડી પલટી મારતા 5 યુવાનો ડૂબ્યા (drowning in lake) હતાં. જેમાં 3 લોકોનો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય 2 યુવાનોના મોત નિપજ્યાં છે. જેથી આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ચારે બાજુ ભારે ચકચાર મચી ગઇ છે.

જેસરના વીરપુર ગામે તળાવના સામા કાંઠે આવેલી વાડીએથી 5 લોકો હોડીમાં બેસીને પરત ફરી રહ્યાં હતાં. એ જ દરમ્યાન અચાનક તળાવની વચ્ચે હોડી પલટી મારી ગઇ. હોડી પલટી મારતા જ હોડીમાં બેસેલા પાંચેય પાંચ વ્યક્તિઓ ડૂબવા (drowning in lake) લાગી હતી. જેને કારણે આસપાસના સ્થાનિક લોકો તેમજ ગ્રામજનો એકત્રિત થઇ ગયા હતાં. તેઓ બચાવની કામગીરીમાં લાગી ગયા હતાં.

આ પણ વાંચો: દેવી માંની રજા મળ્યા પછી જ લૂંટ કરવા જતી “ઢબુડી ગેંગ”ના 5 સભ્યો ઝડપાયા

જેસરના સ્થાનિક તરવૈયાઓની મદદથી આ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં (drowning in lake)

અંતે આ ઘટનામાં ડૂબેલા 5 વ્યક્તિઓમાંથી 3 લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય 2 લોકોના ડૂબી (drowning in lake) જતા મોત નિપજ્યા હતાં. તમને જણાવી દઇએ કે મોડી રાત્રે જેસરના સ્થાનિક તરવૈયાઓની મદદથી આ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. મૃતક હમીરભાઇ અને પ્રતાપસિંહ તેઓ બંને મોણપર ગામના રહેવાસી છે. જેમના મોત બાદ મોણપરવાસીઓમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભાવનગર શહેરથી નજીકના સિહોર પાસે કનાડ અને ખારી ગામ વચ્ચે આવેલા તળાવમાં ડૂબી (drowning in lake) જતા માતા અને પુત્ર -પુત્રી સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા હતાં. ઘાંઘળી ગામે પિયર ધરાવતા અને કનાડ અને ખારી ગામ વચ્ચે આવેલા એક તળાવ પાસે રહેતા કોળી નરેશ ભાઈ રાઠોડના પત્ની નયનાબેન (27) તળાવ પાસે કામ કરતા હતાં.

તે જ વેળાએ તેમનો 8 મહિનાનો બાળક લાલજી રમતા-રમતા તળાવમાં પડી જતા તેને બચાવવા નયના બેન અને પાછળ માતાના પગલે ચાર વર્ષની દીકરી માયા પણ તળાવમાં કૂદી પડતા તમામ ડૂબવા લાગ્યા હતાં. બચાવો બચાવોની બુમરાળ કરતા આજુ-બાજુના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયને તળાવમાંથી બહાર કાઢ્યા હતા પરંતુ ત્રણેય મૃત જણાયા હતા. એક સાથે ત્રણ ત્રણ જણાના મોતથી શોક છવાઈ ગયો હતો.

આ પણ વાંચો: આખરે ચીને સ્વીકાર્યું- ‘ગલવાન ઘર્ષણમાં PLAના જવાનો પણ મોતને ભેટ્યા’