નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન સરહદ પર મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોનનો અવાજ સંભળાયો હતો. સીમા સુરક્ષા દળના જવાનોએ 75 રાઉન્ડ ફાયર કરીને તેને પરત ભગાવ્યો હતો.
Advertisement
Advertisement
આ મામલે જાણકારી આપતા સીમા સુરક્ષા દળના ગુરદાસપુર સેક્ટરના ડીઆઇજી પ્રભાકર જોશીએ જણાવ્યુ કે રાત્રે લગભગ 11 વાગ્યે ગુરદાસપુર સાથે જોડાયેલી પાકિસ્તાનની સરહદ પર ભારતીય બીઓપી આદિયા પાસે સીમા સુરક્ષા દળના જવાનોએ જ્યારે ડ્રોનનો અવાજ સાંભળ્યો તો તેમણે સાવચેતી રાખતા ડ્રોન પર 75 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ અને ગોળા છોડ્યા હતા.
જેની પર ડ્રોન પાકિસ્તાન તરફ ભાગી ગયુ હતુ. ડીઆઇજી પ્રભાકર જોશીએ જણાવ્યુ કે સીમા સુરક્ષા દળના જવાનોએ પોલીસ સાથે મળીને વિસ્તારમાં 26 ગામમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પહેલા પણ સરહદ પર જોવા મળ્યા છે પાકિસ્તાની ડ્રોન
આ પહેલા ગત વર્ષે 18 ડિસેમ્બરે સીમા સુરક્ષા દળ (BSF)ને પાકિસ્તાનમાં ડ્રોન જોવા મળ્યુ હતુ. ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકમાં બીએસએફની ચંદૂ વડાલા ચોકી પર 250 મીટરની ઉંચાઇ પર ભારતીય વિસ્તારમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યુ હતુ. જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યા બાદ ડ્રોન પરત પાકિસ્તાન તરફ જતુ રહ્યુ હતુ. તે બાદ બીએસએફ અને પોલીસ તરફથી સબંધિત વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતુ.
Advertisement