Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે, પરંતુ તેના માટે શું છે નિયમ?

ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે, પરંતુ તેના માટે શું છે નિયમ?

1
326

માર્ગ પરિવહન મંત્રાલયે તૈયાર કર્યો છે ડ્રાફ્ટ, અમલ થતાં લાયસન્સ હાથવગુ થશે

નવી દિલ્હીઃ ડ્રાઇવિંગ લાયસન્સ (Driving license Test Drive) મેળવવું હવે સરળ થઇ રહ્યું છે. તેના માટે ટેસ્ટ આપવાની જરુર નહીં રહે. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે નવી પહેલ કરવા જઇ રહી છે. પરંતુ તેના માટે ખાસ વાત ધ્યાન રાખવી પડશે.

કેન્દ્રીય પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક ડ્રાફ્ટ તૈયાર કર્યું છે. જો આ નિયમ લાગુ થઇ જશે તો વાહન ચાલકોને ટેસ્ટ ડ્રાઇવિંગમાંથી મુક્તિ મળી જશે.

આ પણ વાંચોઃ સરકારનો ટ્વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ 1200 જેટલા એકાઉન્ટ હટવવા હુકમ

ડ્રાફ્ટમાં શું કહેવાયું છે?

ડ્રાફ્ટ (મુસદ્દા)માં જણાવ્યા મુજબ સરકાર લોકોને સારી ડ્રાઇવિંગ તાલીમ આપવા માંગે છે. તેના માટે સરકારે ટ્રેનિંગ સેન્ટર માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. જે મુજબ ટ્રેનિંગ સેન્ટર્સ ખાતે ડ્રાઇવિંગ તાલીમ સફળતાપૂર્વક પૂરી કરીને પ્રાંતીય ટ્રાન્સપોર્ટ કાર્યાલય (આરટીઓ)માં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરનારને ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મુક્તિ મળશે.

તાલીમબદ્ધ ડ્રાઇવર્સની અછતમાં ઘટાડો થશે

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે આ પગલાંને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મદદ મળશે અને તાલીમબદ્ધ વાહનચાલકોની અછતમાં પણ ઘટાડો થશે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ક્ષમતા વધશે અને દુર્ઘટના પણ ઘટશે. મંત્રાલયે આ મુસદ્દો ૨૯ જાન્યુઆરીએ જારી કર્યો હતો. સાથે સંબંધિત લોકો પાસે તેની પ્રતિક્રિયા માગી છે. મંત્રાલયનો હેતુ 2025 સુધી દેશમાં અકસ્માતોની સંખ્યા અડધી કરવાની છે.

આ પણ વાંચો: સપ્તાહના પ્રથમ દિવસનો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઊછાળા સાથે પ્રારંભ

હાલમાં લાયસન્સ માટે શું કરવું પડે છે?

હાલમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTOમાં ઓનલાઇન અરજી કરવી પડે છે. ત્યાર બાદ ઓનલાઇન લેખિત ટેસ્ટ આપવી પડે છે. તેમાં પાસ થનારાને પહેલાં કાચુ લાયસન્સ મળી જાય છે. જે 6 મહિના સુધી માન્ય રહે છે. આ સમય દરમિયાન વ્યક્તિને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડે છે. જેમાં પાસ થયા બાદ પાકુ લાઇસન્સ મળે છે.

કોરોનાને કારણે પડી રહી હતી મુશ્કેલી

કોરોનાને કારણે લાયસન્સ અને વાહન સંબંધિત તમામ કાર્ય ઓનલાઇન છે. તેને કારણે ઓનલાઇન અરજી કર્યા પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે.

માર્ગ પરિવહન મંત્રાલય મહત્વની 9 સહિત16 સેવાઓને ઓનલાઇ કરવા જ રહ્યું છે.

    • લર્નિંગ લાયસન્સ
    • ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુઅલ
    • ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ
    • લાયસન્સ અને વાહન રજીસ્ટ્રેશનના સરનામામાં સુધારો
    • ઇન્ટરનેશનલ ડ્રાઇવંગ પરમિટ
    • અસ્થાયી વાહન રજીસ્ટ્રેશન
    • રજીસ્ટ્રેશન માટે NOC સર્ટી
    • ડુપ્લીકેટ રજીસ્ટ્રેશન સર્ટી
    • વાહન ટ્રાન્સફર જેવી સેવાઓ

તેના માટે આધાર વિરેફિકેશન દ્વારા ઓનલાઇન સેવાઉપવબ્ધ કરાવવાની મંત્રાલયની યોજના છે.

આ પણ વાંચોઃ બજેટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા માંડ્યાઃ રોજના રેટ કઇ રીતે જાણી શકાશે?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat