Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના કહેર વચ્ચે નારણપુરામાં પીવાના પાણીની પાઈપમાં ભંગાણથી અનેક રાહીશોની તબિયત લથડી

કોરોનાના કહેર વચ્ચે નારણપુરામાં પીવાના પાણીની પાઈપમાં ભંગાણથી અનેક રાહીશોની તબિયત લથડી

0
337

અમદાવાદ: કોરોનાનાં કહેર વચ્ચે નારણપુરા વોર્ડના પ્રગતિનગર ખાતે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા પ્રગતિનગર, મૈત્રીનગર અને સ્વાતંત્રસેનાની નગર સોસાયટીના અનેક રહીશોની તબિયત લથડી છે. છેલ્લા ત્રણ દિવસથી 60 થી 70 લોકોને ડાયેરિયાની તકલીફ થઈ છે. પશ્ચિમ ઝોનના એડી. સીટી. એન્જીનિયર ઋષી પંડ્યાએ પાઈપલાઈનનું કામ ચાલુ હોવાનું અને સ્થાનિકોને પીવાના પાણીની ટેન્કર પુરા પાડયાનું જણાવ્યું હતું. જો કે લોકોની તબિયત લથડયાનું કે ડાયેરીયાની તકલીફ થયાનું ધ્યાને ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સ્થાનિકોએ જલ્દીથી કામગીરી પુરી થાય તેવી માંગ કરી છે.

નારણપુરાના પ્રગતિનગર, મૈત્રીનગર અને સ્વાતંત્રસેનાની નગરના રહીશો પીવાના પાઈપલાઈનમાં ભંગાણ થવાથી બિમારીનો ભોગ બન્યા છે. છેલ્લા ત્રણ દીવસથી સ્થનિકો ઝાડા ઉલ્ટીમાં સપડાયા છે. તત્કાલ ધોરણે પીવાના પાઈપલાઈનનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 2000 જેટલા લોકો પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થવાથી હેરાન થઈ રહ્યા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાથી લોકોને ઝાડા ઉલટી થયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 6 મહિના બાદ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ

દિવાળીના તહેવારમાં ઝાડ ઉલ્ટીની તકલીફ શરૂ થતાં શરૂમાં લોકોમાં કોરોના હોવાનો ફફડાટ ફેલાયો હતો. જેથી ઘણા લોકોએ કોરોના ટેસ્ટ પણ કરાવી લીધા જેમાં રિપોર્ટ નેગેટિવ આવતા સ્થાનિકોએ તપાસ કરી તો પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું.

પશ્ચિમ ઝોનના એડી.સીટી.એન્જીનિયર ઋષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, પાણીની પાઈપલાઈનનું કામ આ વિસ્તારમાં ચાલી રહ્યું છે. લોકોને પાણીની ટેન્કર પણ મોકલી આપી છે. જો કે સ્થાનિક લોકોને ઝાડ ઉલ્ટીની તકલીફ થયાની કે તબિયત લથડયાની બાબત મારા ધ્યાને નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં જૂનથી ઓક્ટોબર સુધીના 5 મહિનામાં કુલ 2681 લોકોના કોરોનાથી મોત થયા

સ્થાનિક નિખિલ દેસાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં મને અને મારા પરિવારને ઝાડા ઉલ્ટીની તકલીફ થતા અમે મીઠાઈ ખરાબ હશે તેમ સમજી બોક્સ ફેંકી દીધા હતા. કોરોનાની તકલીફ હોવાની શંકા હતી જોકે ડૉકટરે કોરોનાનાં લક્ષણ ન હોવાનું કહી દવા આપી હતી. તે પછી પણ તબિયત ના સુધરી બાદમાં પડોશીઓમાં પણ આ તકલીફ જોવા મળી હતી. તપાસ કરતા પાઈપલાઈનમાં ભંગાણ હોવાનું અને કામ ચાલતું હોવાની ખબર પડી હતી. પ્રગતિનગર, મૈત્રીનગર અને સ્વાતંત્રસેનાની નગરમાં 60 થી 70 લોકોને ઝાડા ઉલ્ટીની તકલીફ છે. વધુ લોકોની તબિયત લથડે તે પહેલાં કોર્પોરેશનના અધિકારીઓ તત્કાળ આ કામ પૂરું કરે તો સારું છે.