Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > પતિએ સપનામાં જોયેલા નંબરોની લોટરી ટિકિટ ખરીદતી રહી, અંતે લાગ્યું 344 કરોડનું ઇનામ

પતિએ સપનામાં જોયેલા નંબરોની લોટરી ટિકિટ ખરીદતી રહી, અંતે લાગ્યું 344 કરોડનું ઇનામ

0
216

કેનેડાની મહિલાને જાણો કેટલા વર્ષો પછી કરોડોમાં મળ્યું ધીરજનું ફળ 

ટોરન્ટોઃ ‘ખુદા દેતા હૈ તો છપ્પર પાડ કે દેતા હૈ.’ કેનેડાની ડેંગ પ્રવતાડોમ (Deng Pravatoudom)ને 344 કરોડ રૂપિયાનું બમ્પર ઇનામ (Dream lottery) લાગતા આવો જ અનુભવ થયો.

વાસ્તવમાં ડેંગ પ્રવતાડોમના પતિએ સપનામાં એક નંબર જોયો હતો. આ નંબરની ડેંગે લોટરી ખરીદી, લકી સાબિત થયો. હવે ગરીબીમાં જીવી રહલોં ડેંગનો પરિવાર અચાનક માલામાલ થઇ ગયો.

આ પણ વાંચોઃ આનંદ મહિન્દ્રા ટીમ ઇન્ડિયાના આ 6 ખેલાડીઓને આપશે Thar SUV, ટ્વીટ કરી જાહેરાત

ડેંગે 1 ડિસેમ્બરે આ લકી લોટરી ટિકિટ ખરીદી હતી

આ અંગે ઓટોરિયો લોટરી અને ગેમિંગ (OLG)એ જણાવ્યું કે ડેંગ પ્રવતાડોમએ 1 ડિસેમ્બર 2020માં સપનામાં જોયેલા નંબરનો ઉપયોગ કરી લોટરી (Dream lottery)ની ટિકિટ ખરીદી. જેમાં તેણે 6 કરોડ કેનેડિયન ડોલર (આશરે 344 કરોડ રૂપિયા)નું ઇનામ જીતી લીધુ.

બે દાયકા પહેલાં નંબર જોયો હતો

ડેમગે જણાવ્યું કે તેના પતિએ બે દાયકા પહેલાં કેટલાક નંબરનું સપનું જોયું હતું. બસ ત્યારથી જેકોપોટ જીતવા માટે તે આ નંબરોની લોટરી (Dream lottery)જ ખરીદતી હતી. અંતે તેને ઇચ્છા પૂરી થઇ અને ધનવાનોમાં તેઓ સામલ થઇ ગયા.

કોરોનામાં નોકરી પણ જતી રહી

OLGના રિપોર્ટ મુજબ ડોંગે જણાવ્યું કે હું અને મારા પતિ વર્ષોથી મજૂરોની જેમ કામ કરીને ગુજરાન ચલાવતા હતા. પરંતું બહુ મહેનત કર્યા પછી પણ બચત કરી શકતા નહતા. વળી કોરોના કાળમાં અમારી બંનેની નોકરી પણ જતી. તેથી બહુ મુશ્કેલીનો સામનો કરવો પડયો. હવે આ પૈસા(Dream lottery)થી અમને મદદ મળશે.

આ પણ વાંચોઃ VIDEO: પહેલીવાર આ ફેમસ પોર્નસ્ટારે તેની કમાણીનો કર્યો ખુલાસો

બાળકોના અભ્યાસ પર ધ્યાન આપશે Dream lottery news

ડેંગે જણાવ્યું કે લોટરીના પૈસા મળતા જીવન સરળ થઇ જશે. આ પૈસાથી બાળકોના અભ્યાસ પર ધ્યાન આપીશું. ઉપરાંત ઘર અને કાર પણ ખરીદીશું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9