Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > ‘સરકાર વિચાર્યા વિના લોકડાઉન લગાવી દે છે…..મેમો ફાડશો તો થશે બબાલ’: બિહારી યુવતીનું નાટક

‘સરકાર વિચાર્યા વિના લોકડાઉન લગાવી દે છે…..મેમો ફાડશો તો થશે બબાલ’: બિહારી યુવતીનું નાટક

0
201

પટણામાં સરેજાહેર રાત્રિ કરફ્યૂમાં યુવતીએ PM મોદી અને CM નીતીશને પણ અપશબ્દો કહ્યા

પટણાઃ કોરોનાને કારણે નિયમોના ઉલ્લંઘનના ઘણા કિસ્સા જોયા-સાંભળ્યા હશે. પરંતુ બિહારી યુવતીનો હાઇવોલ્ટેજ ડ્રામા (Drama of Bihari girl) અત્યારે સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઇ રહ્યો છે. મહામારીના સંકટ અને ગંભીરતમાં પણ આ વીડિયો અને તેની તસવીરો જોઇ લોકોના ચહેરા પર સ્મિત આવી રહ્યું છે.

વાસ્તવમાં પટણા બોરિંગ રોડ ચાર રસ્તા પરની વચ્ચે જ એક યુવતીએ જોરદાર નાટક કર્યું. તે પોલીસ કર્મીઓની સાથે તેનો વીડિયો બનાવી રહેલા મીડિયાકર્મી સાથે પણ લડી પડી હતી. રાત્રે કરફ્યૂ દરમિયાન હેલ્મેટ વિના ફરી રહેલી આ યુવતીને પોલીસે અટકાવી હતી. બસ તેથી જ તે રણચંડી બનીને વિફરી ગઇ હતી.

આ પણ વાંચોઃ

ફરજ પર હાજર પોલીસ જવાનોને ધમકાવ્યા

Bihari Girl2

Bihari Girl2

પોલીસ આ યુવતીને પકડી મેમો ફાડી રહી હતી. આ વાતે યુવતીએ પિત્તો ગુમાવ્યો હતો અને બબાલ (Drama of Bihari girl)કરવા લાગી હતી. સ્કૂટી સવાર આ યુવતીએ પોલીસ જવાનોને ધમકાવવા માંડ્યા હતા. કહી રહી હતી કે તમે મારો મેમો ફાડી શકશો નહીં. સરકાર સમજ્યા વિચાર્યા વિના ગમે ત્યારે લોકડાઉન લગાવી દે છે. તેનાથી લોકોને કેટલી મુશ્કેવી પડી રહી છે. સરકારને તેનાથી શું?

યુવતીએ પોલીસવાળાને ધમકાવતા કહ્યું હતું કે તમારા બધાની નોકરી જતી રહેશે અને સમગ્ર બિહારમાં હંગામો મચી જશે. હવે આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે.

ટ્રેન પકડા 3 કલાકથી વાહન શોધું છુંઃ યુવતી

દરમિયાન યુવતીને દરેક જણે સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ તે કોઇ વાતે માનવા તૈયાર નહતી. બસ સ્થળ પર એસએસપી ઉપેન્દ્ર શર્માને બોલાવવાની જીદ પકડીને બેઠી હતી. કહી રહી હતી કે,

“આજે (બુધવારે) રાત્રે 11 વાગે મારે ટ્રેન પકડવાની છે. છેલ્લા ત્રણ કલાકથી મારા ઘરેથી સ્ટેશન જવા માટે વાહન શોધી રહી છું. પરંતુ કોઇ સાધન મળી રહ્યું નથી. તેથી આવી રીતે ફરી રહી છું.”

Bihari Girl

Bihari Girl

આ યુવતી રોડ પર જોર જોરથી બરાડા પાડતા કહી રહી હતી કે લોકો ભૂખ-પ્યાસથી મરી રહ્યા છે. અહીં કોઇ કોઇનું સાંભળનાર નથી. બસ સરકારને લોકડાઉનની પડી છે. જેનાથી સામાન્ય લોકો પરેશાન થાય છે. હું હેલ્મેટ વગર નીકળી છું. હવે તેનો મેમો ફાડવામાં આવી રહ્યો છે. આ યુવતી એટલા ગુસ્સામાં હતી કે તે મનમાં આવે તે બોલી રહી હતી. તેણે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી નીતીશકુમાર માટે પણ અપશબ્દો (Drama of Bihari girl)કહ્યા હતા.

આ પણ વાંચોઃ

કહેવાય છે કે આ યુવતી પહેલાં પણ આવા નાટક કરતી રહી છે અને પોલીસ સાથે ઝઘડો કરતી રહે છે. પોલીસે કોરોનાના નિયમો તોડનારા સામે કડક હાથે કામ લેવાનું શરુ કર્યું છે. તેથી પણ આવા કિસ્સા બની રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat