Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના CM રૂપાણીએ જે ફળનું નામ ‘કમલમ’ રાખ્યું, જાણો તેના ફાયદા-નુક્સાન અને ભારતમાં તેની કિંમત

ગુજરાતના CM રૂપાણીએ જે ફળનું નામ ‘કમલમ’ રાખ્યું, જાણો તેના ફાયદા-નુક્સાન અને ભારતમાં તેની કિંમત

0
187

Dragon Fruit Price In India: ભારતમાં અનેક પ્રકારના ફળો (Indian Fruits) ખવાય છે. જેમાંથી મોટાભાગના ફળો તો ભારતમાં જ ઉગાડવામાં આવે છે, તો કેટલાક વિદેશોમાંથી મંગાવવામાં આવે છે. એવામાં આજે અમે તમને “ડ્રેગન ફ્રૂટ” (Dragon Fruit) વિશે જણાવી રહ્યાં છે.

તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) હવે “ડ્રેગન ફ્રૂટ”નું (Dragon Fruit) નામ બદલીને ‘કમલમ’ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ પણ “ડ્રેગન ફ્રૂટ” (Dragon Fruit) ભારતનું ફળ નથી, પરંતુ તેના ચટાકેદાર સ્વાદ અને ફાયદાના કારણે ભારતમાં આ ફળની માંગ ઘણી વધી ગઈ છે.

“ડ્રેગન ફ્રૂટ” (Dragon Fruit) સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેમાં અનેક પોષક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. “ડ્રેગન ફ્રૂટ”માં ભરપુર માત્રામાં એન્ટી-ઑક્સીડેન્ટ્સ, વિટામિન-સી, પ્રોટિન અને કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તમારા મેટાબૉલિઝમ માટે સારું રહે છે.

► ભારતમાં “ડ્રેગન ફ્રૂટ”ની કિંમત  Dragon Fruit Price In India
ગુલાબી રંગનું આ વિદેશી ફળ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને તેનો સ્વાદ પણ મીઠો હોય છે. તેની બજાર કિંમત 500 થી 600 રૂપિયે કિલોગ્રામ છે.

► “ડ્રેગન ફ્રૂટ”ના ફાયદા Dragon Fruit Price In India

→ ઈમ્યૂનિટી બૂસ્ટ:
“ડ્રેગન ફ્રૂટ”માં (Dragon Fruit) ભરપુર માત્રામાં વિટામિન-સી હોય છે, જે તમારી ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરે છે. જેનાથી તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જે તમને અનેક બીમારીઓથી બચવામાં મદદ કરે છે. “ડ્રેગન ફ્રૂટ”માં પાણીનું પ્રમાણ હોય છે, જે તમારા શરીરમાંથી હાનિકારક પદાર્થોને બહાર નીકાળવામાં મદદ કરે છે. “ડ્રેગન ફ્રૂટ”માં આયર્ન અને ફાઈબર હોય છે, જે તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે.

→ કોલેસ્ટ્રોલ માટે સારુ
“ડ્રેગન ફ્રૂટ” (Dragon Fruit) કોલેસ્ટ્રોલ માટે સારૂ હોય છે. જેને ડાઈટમાં સામેલ કરવાથી હાર્ટ સબંધી સમસ્યાઓમાં મદદ મળે છે. “ડ્રેગન ફ્રૂટ”ના બીજમાં ઓમેગા-3, ઓમેગા-6, ફેટી એસિડ અને પૉલીઅનસેચ્યૂરેટેડ ફેટ્સ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે.

આ પણ વાંચો: તમિલનાડુના થુલેસેન્દ્રપુરમમાં અનેરો ઉત્સાહ, ઠેર-ઠેર લાગ્યા કમલા હૈરિસના હોર્ડિંગ્સ

→ બ્લડ-શૂગર માટે સારુ Dragon Fruit Price In India
“ડ્રેગન ફ્રૂટ”માં ફાઈબરની ભરપુર માત્રા હોવાના કારણે ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં મદદ મળે છે, કારણ કે તે (Dragon Fruit) ડાયાબિટીઝના દર્દીઓમાં શૂગરનું લેવલ સ્થિર કરે છે અને શૂગર સ્પાઈક્સને રોકવામાં પણ મદદ કરે છે.

→ કેન્સરથી બચાવે છે
“ડ્રેગન ફ્રૂટ”માં રહેલા એન્ટીઑક્સીડન્ટ ફ્રી રેડિકલ્સ કેન્સર સેલ્સનું ઉપ્તાદન રોકવામાં મદદ કરી શકે છે. આ ફળમાં (Dragon Fruit) રહેલા ક્રોટીન-એન્ટી કાર્સિનોજેનિક ગુણોથી ભરપુર હોય છે. જે ટ્યૂમરના ખતરાને ઓછું કરવામાં મદદ કરે છે.

► “ડ્રેગન ફ્રૂટ”ના નુક્સાન Dragon Fruit Price In India
→ “ડ્રેગન ફ્રૂટ”માં શૂગરનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. આથી તેનો (Dragon Fruit) જરૂર કરતા વધારે ઉપયોગ ના કરવો જોઈએ.
→ “ડ્રેગન ફ્રૂટ” ખાતા સમયે ભૂલથી પણ આ ફળની બહારની છાલને ના ખાવી જોઈએ. એમાં (Dragon Fruit) કિટનાશક મળી આવે છે, જે તમને નુક્સાન પહોંચાડી શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9