Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ડૉ. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા પર આપી ચેતવણી, આગળનો રસ્તો કઠિન, ખુશી મનાવવાનો સમય નથી

ડૉ. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા પર આપી ચેતવણી, આગળનો રસ્તો કઠિન, ખુશી મનાવવાનો સમય નથી

0
257

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશ માટે આગળની સ્થિતિ 1991ના આર્થિક સુધારાના સમયથી કઠિન અને પડકારજનક ગણાવી છે. 1991ના ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂર્ણ થવા પર મનમોહન સિંહે કહ્યુ કે કોરોના મહામારીને કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખતા આગળનો રસ્તો તે સમયની તુલનામાં વધુ પડકારજનક છે અને એવામાં એક રાષ્ટ્ર તરીકે ભારતે પોતાની પ્રાથમિકતાઓને ફરી નિર્ધારિત કરવી પડશે.

મનમોહન સિંહ 1991માં નરસિમ્હા રાવની આગેવાનીમાં બનેલી સરકારમાં નાણામંત્રી હતા અને 24 જુલાઇ 1991માં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટને દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે, તેમણે તે બજેટને રજૂ કરવાના 30 વર્ષ પૂરા થવાના પ્રસંગે કહ્યુ, “1991માં 30 વર્ષ પહેલા, કોંગ્રેસ પાર્ટીએ ભારતની અર્થવ્યવસ્થાને મહત્વપૂર્ણ સુધારાની શરૂઆત કરી હતી અને દેશની આર્થિક નીતિ માટે એક નવો માર્ગ આપ્યો હતો.”

આર્થિક ઉદારીકરણને કારણે ભારત બન્યુ મહાશક્તિ

મનમોહન સિંહે એક નિવેદનમાં કહ્યુ, છેલ્લા ત્રણ દાયકા દરમિયાન વિવિધ સરકારોએ આ માર્ગનું અનુસરણ કર્યુ અને દેશની અર્થવ્યવસ્થા ત્રણ હજાર અબજ ડૉલરની થઇ ગઇ અને આ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી એક છે. અત્યંત મહત્વપૂર્ણ વાત એ છે કે આ સમયમાં આશરે 30 કરોડ ભારતીય નાગરિક ગરીબીમાંથી બહાર આવ્યા અને કરોડો નવી નોકરીઓનું સર્જન થયુ. સુધારાની પ્રક્રિયા આગળ વધતા સ્વતંત્ર ઉપક્રમોની ભાવના શરૂ થઇ જેનું પરિણામ તે આવ્યુ કે ભારતમાં કેટલીક વિશ્વ સ્તરીય કંપનીઓ અસ્તિત્વમાં આવી અને ભારતના કેટલાક ક્ષેત્રમાં વૈશ્વિક તાકાત બનીને ઉભર્યુ.

મનમોહન સિંહ અનુસાર, 1991માં આર્થિક ઉદારીકરણની શરૂઆત તે આર્થિક સંકટને કારણે થઇ જેણે આપણા દેશને ઘેરી રાખ્યુ હતું પરંતુ આ માત્ર સંકટ મેનેજમેન્ટ સુધી સીમિત નહતું. સમૃદ્ધિની ઇચ્છા, પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ અને અર્થવ્યવસ્થા પર સરકારના નિયંત્રણને છોડવાના વિશ્વાસની બુનિયાદ પર ભારતના આર્થિક સુધારાની ઇમારત ઉભી થઇ.

કોરોના વાયરસ અને નોકરીઓ જતા દુખી

પૂર્વ વડાપ્રધાને કહ્યુ, હું સૌભાગ્યશાળી છું કે મે કોંગ્રેસમાં કેટલાક સાથીઓ સાથે મળીને સુધારાની આ પ્રક્રિયામાં ભૂમિકા નીભાવી. જેનાથી મને ઘણી ખુશી અને ગર્વની અનુભૂતિ થાય છે કે છેલ્લા ત્રણ દાયકામાં આપણા દેશે શાનદાર આર્થિક પ્રગતિ કરી પરંતુ હું કોવિડને કારણે થયેલા વિનાશ અને કરોડો લોકોની નોકરીઓ જતા દુખી છું. મનમોહન સિંહે કહ્યુ, સ્વાસ્થ્ય અને શિક્ષણના સામાજિક ક્ષેત્ર પાછળ છૂટી ગયા અને આ અમારી આર્થિક પ્રગતિની ગતિ સાથે ના ચાલી શક્યુ. આટલુ સારૂ જીવન અને જીવિકા ગઇ છે, તે થવુ જોઇતુ નહતું.

આ પણ વાંચો: તેલ રિફાઈનરીઓમાં વિદેશી રોકાણ અંગેના નિયમોમાં સરકારે આપી છૂટછાટ

પ્રાથમિકતાઓને ફરી નિર્ધારિત કરવાની જરર

મનમોહન સિંહે આ વાત પર ભાર આપ્યો કે, આ આનંદિત અને મગ્ન થવાનો નહી પણ આત્મમંથન અને વિચાર કરવાનો સમય છે. આગળનો રસ્તો 1991ના સંકટની તુલનામાં વધુ પડકારજનક છે. એક રાષ્ટ્ર તરીકે અમારી પ્રાથમિકતાઓને ફરી નિર્ધારિત કરવાની જરૂર છે જેથી દરેક ભારતીય માટે સ્વસ્થ અને ગરિમામયી જીવન સુનિશ્ચિત થઇ શકે.

મનમોહન સિંહે આગળ કહ્યુ, 1991માં મે એક નાણા મંત્રી તરીકે વિક્ટર હ્યૂગો (ફ્રાંસીસી કવિ)ના કથનનો ઉલ્લેખ કર્યો હતો કે પૃથ્વી પર કોઇ શક્તિ તે વિચારને રોકી શકતી નથી જેનો સમય આવી ચુક્યો છે. 30 વર્ષ બાદ એક રાષ્ટ્ર તરીકે આપણે રોબર્ટ ફ્રોસ્ટ (અમેરિકાના કવિ)ની તે કવિતાને યાદ રાખવી છે કે આપણે પોતાના દાવાને પુરા કરવા અને માઇલોનું સફર નક્કી કર્યા બાદ આરામ કરવાનો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat