Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોરોનાથી ક્યારે છુટકારો મળશે, ફરી ઉથલો મારે છે કે કેમ? આ અંગે જાણો ડૉ. કમલેશ ઉપાધ્યાય શું કહે છે

કોરોનાથી ક્યારે છુટકારો મળશે, ફરી ઉથલો મારે છે કે કેમ? આ અંગે જાણો ડૉ. કમલેશ ઉપાધ્યાય શું કહે છે

0
868

કોરોનાથી બચવા અને તેની સામે લડવા સૌથી મહત્વનો ઉપાય સાવચેતી… સાવચેતી અને સાવચેતીઃ ડૉ. કમલેશ

જૈનુલ અંસારી, અમદાવાદઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ તેનો સકંજો વધારી દીધો છે. લોકોમાં આ મહામારીથી ક્યારે છુટકારો મળશે. વળી કોરોનાથી સંક્રમિત થઇને નેગેટીવ થયા બાદ ફરી વખત પોઝિટિવ થવાની સંભાવનાઓની ચર્ચાએ જોર પકડ્યુ છે. કોરોના કયાં સુધી ભારતમાં રહેશે? તેનાથી પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી છે અને તેની સાથેના જોડાયેલા તથ્યો શું છે? તે વિશે તબીબી નિષ્ણાંત ડૉ. કમલેશ ઉપાધ્યાયે Gujarat Exclusive સાથે વિસ્તૃત ચર્ચા કરી. જેના અંશ અહીં રજૂ કરીએ છીએ.

બી.જે.મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ મેડીસીન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાય કહે છે કે વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને ફરી વખત સંક્રમિત થવાના જૂજ કિસ્સાઓ જ જોવા મળ્યા છે.

મેડિકલ જગતના પ્રાથમિક તારણો જોતા કહી શકાય છે કે કોરોના વાયરસના પુન:સંક્રમણ કરતા પણ વધારે શરીરમાંથી વાયરસ નિકળવાની , ઘરમૂળથી નાશ પામવાની પ્રક્રિયા ધીમી હોય તેવી સંભાવનાઓ વધારે રહેલી હોય તેમ લાગે છે જે કારણોસર આપણને દર્દી પુન:સંક્રમિત થયા હોવાનું જણાઇ આવે છે.

આ પણ વાંચો: #column: નશાના રવાડે ચઢ્યા બાદ જાંબાજ તરવૈયા Phelpsની સાહસિક કથા

કોરોના ટેસ્ટિંગની વિવિધ પધ્ધતિઓ જેવી કે RT-PCR કે પછી એન્ટિજનની રીત જૂદી જૂદી છે. નાકના ભાગમાં કોરોનાના સંક્રમણ કરતા ફેફસામાં રહેલા સંક્રમણની તીવ્રતા વધુ જોવા મળે છે. જેથી વિષાણુના જીનેટિકનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા બાદ વાયરસ અલગ તરી આવે ત્યારે વાઇરસનું પુન:સંક્રમણ થયુ હોવાનું કહેવું યોગ્ય છે.
એક વખત કોરોનાથી સંક્રમિત થઇ ગયા બાદ ફરી વખત ચોક્કસથી કોરોનાગ્રસ્ત થઇ જ જઇશું તે ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી.

સોશિયલ મીડિયામાં પણ ઘણાં મેસેજ ફરતા થયા છે કે એક વખત કોરોનાગ્રસત થઇ ગયા બાદ શરીરમાં ૩ મહિના સુધી જ એન્ટીબોડી રહે છે ત્યારબાદ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને પુન:કોરોનાનો ચેપ લાગવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે. જે માહિતી તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. લોકોમાં હર્ડ ઇમ્યુનિટિનો પણ વધારો થયો છે જે કોરોના વાઇરસ સામે પડકાર ઝીલવા સક્ષમ બનાવે છે. જેથી નાગરિકોએ ગભરાવવાની જગ્યાએ ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. એક વખત કોરોના સંક્રમિત થઇ ગયા બાદ પણ માસ્ક પહેરવું, સલામત અંતર જાળવવું જેવા સરકારી દિશાનિર્દેશોનું સ્વંયના સ્વાસ્થય રક્ષણ માટે ચુસ્ત પણે પાલન કરવું જરૂરી છે.

સાવચેતી એ જ સલામતી, કોરોનાથી રક્ષણ મેળવવા અને કોરોના વાઇરસથી સંક્રમિત થઈ નેગેટીવ થયા બાદ પણ સાવચેતી રાખીને સલામતી રહેવું ખાસ જરૂરી છે. તેનાથી ગભરાવવાની જરૂર નથી. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું ,નાસ લેવા જેવી પ્રક્રિયાઓ હાથ ઘરવી જોઇએ. ફેફસામાં ચેપ લાગ્યો હોય તો ફેફસાની સ્થિતિસ્થાપકતા પાછી મેળવવા, શ્વાચ્છોશ્વાસ સુધારનારી સ્પાયરોમેટરી કસરત, યોગ , પ્રાણાયમ કરવા જોઇએ.

આ પણ વાંચો: Hindi Diwas: કેવી રીતે થઈ ‘હિન્દી દિવસ’ મનાવવાની શરૂઆત?

સાવચેતી

– માસ્ક ખાસ પહેરો, એક વાર સંક્રમિત થઇ ગયા હોય તો પણ તેને પહેરવાનું ચાલુ રાખો.
– એક મીટરનું સલામત અંતર રાખી વાતચીત કરો.
– સમયાંતરે હાથ ધોવો, મોઢું ધોવું, ગરમ પાણીથી કોગળા કરો.
– ગરમ પાણીમાં વિક્સ નાંખી નાસ લો, જો કંઇ પણ નહોય તો વરાળથી નાસ લો.
– શક્ય હોય તો બહારથી ઘેર આવી સૌપ્રથમ સ્નાન કરો.
– ડાયબિટિસ, બીપી, કોલેસ્ટ્રોલના દર્દીઓએ ડોક્ટરની સલાહ લઇ તેના પર કાબૂ મેળવો
– વયસ્કો (40 કરતા મોટી ઉંમર) કે જેમના પરિવારના જીનેટિક રોગો જેવા કે, ડાયબિટિસ, બીપી, મેદસ્વિતા હોય તો તેઓ તંદુરસ્ત હોય છતાં તેમને રોગ છે કે નહિ તેની તપાસ કરાવી લેવી.
– જેના ઘરમાં મોટી ઉંમરના વડીલો છે તેમને વિશેષ કાળજી લેવી. કારણ કે તેઓ ઘરમાં કે સોસાયટીમાં બહારથી આવી કોરોના જેવા રોગો ફેલાવી શકે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેમને આ રોગ ઝડપથી ઝપટમાં લઇ શકે છે અને તેઓ અન્યને આ રોગ લગાડી શકે છે.

આ પણ વાંચો: #Column: કાયદા માટે સૌ સરખા, પછી તે મહાત્મા ગાંધી કેમ ના હોય!

હર્ડ ઇમ્યુનિટી

જેમ-જેમ કોવિડનું સંક્રમણ નવા-નવા વિસ્તારોમાં ફેલાય તેમ-તેમ જૂના વિસ્તારોમાં વાયરસથી સંક્રમિત લોકોનું પ્રમાણ ઓછું થતું જાય છે એટલે કહીં શકાય કે ત્યાં હર્ડ ઇમ્યુનિટી વિકસતી જાય છે. હર્ડ ઇમ્યુનિટી વિકસતા તે વિસ્તારમાંથી ઓછા કેસો આવે છે. હર્ડ ઇમ્યુનિટી વિસ્તાર પ્રમાણે હોય છે.

સરકારની રણનીતિ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના 1400થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. તેના પર કાબૂ મેળવવા માટે સરકાર ટેસ્ટિંગમાં વધારો કરી રહી છે. જેથી સંક્રમિતોની શોધી શકાય અને તેમની ઝડપથી સારવાર કરી શકાય. સરકારનું કહેવું છે કે આ વાયરસથી ઘબરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે.

જ્યારે ડૉ. કમલેશ ઉપધ્યાયને પૂછવામાં આવ્યું કે કોરોના હાલ બીજા દેશોમાં અંકુશમાં છે જ્યારે ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેના પર તેમણે ઉત્તર આપતા જણાવ્યું કે, આપણા દેશમાં અન્ય દેશોની તુલનામાં વસ્તી ગીચતા વધારે છે અને કોઇ વ્યક્તિને વાઇરસનો ચેપ લાગે તો તેને તરત જ ખબર પડી જતી નથી. જેથી તે અન્યને આ વાઇરસથી સંક્રમિત કરી દે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ વાઇરસ ત્રણ તબક્કામાં હોય છે.
1. કેસ
2. ક્લસ્ટર
3. કોમ્યુનિટી ટ્રાન્સમિશન

હાલ આપણે ક્લસ્ટરમાં છીએ અને ધીમે-ધીમે કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ જઇ રહ્યા છે. પણ જો આપણે થોડી સાવચેતી રાખીશું તો વાઇરસની ચેન તોડી શકવામાં સફળી થઇ શકીશું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ વાઇરસ ક્યાં સુધી ભારતમાં જોવા મળશે? તેના પર તેમણે જણાવ્યું કે આ વાઇરસ પર કાબૂ મેળવતા એકથી દોઢ વર્ષનો સમય લાગશે.