Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > જન્મ જયંતિ વિશેષઃ મિસાઇલમેન Dr. Kalamને અમદાવાદ સાથે હતો ખાસ પ્રેમ

જન્મ જયંતિ વિશેષઃ મિસાઇલમેન Dr. Kalamને અમદાવાદ સાથે હતો ખાસ પ્રેમ

0
421

ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપતિ સરખેજ રોજાની લેતા હતા મુલાકાત

આરિફ આલમ, અમદાવાદઃ દેશના 11મા રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામ (Dr. Kalam)ની આજે જન્મ જયંતિ છે. મિસાઇલમેનના નામે જાણીતા અત્યંત વિનમ્ર સ્વભાવના કલામને ગુજરાતના અમદાવાદ શહેર સાથે ખાસ પ્રેમ હતો.

મહાન વિજ્ઞાની અબ્દુલ કલામનું પુરું નામ અવુલ પાકિર ઝૈનુલઆબેદીન અબ્દુલ કલામ હતું. Dr. Kalamનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. બાળપણમાં તેમણે અખબારના ફેરિયાનું કામ પણ કર્યું હતું.

આ પણ વાંચોઃ આસામ સરકારનો મોટો નિર્ણયઃ તમામ સરકારી Madrasa નવેમ્બરથી થશે બંધ

ડૉ. કલામ (Dr. Kalam) પોતે વલી સિફત માણસ હતા અને સૂફી સંતો સાથે તેમને વિશેષ આદર હતો. તેથી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે અચૂક સરખેજના પ્રસિદ્ધ સૂફી સંત ક્વાજા ગંજ એહમદ શાહ ખટ્ટુના મજારની મુલાકાત અચૂક લેતા હતા.

અમદાવાદ શહેરનો 4 એહમદે પાયો નાંખ્યો

અમદાવાદ પ્રાચીન ઇમારતો અને ભવ્ય ઇતિહાસને કારણે વર્લ્ડ સિટી હેરિટેજમાં સ્થાન મેળવી ચૂક્યું છે. અમદાવાદનો પાયો ચાર એહમદે નાંખ્યો હતો. જેમાં એહમદશાહ બાદશાહ, હજરત ગંજ એહમદ શાહ ખટ્ટુ, હજરત કાજી એહમદ જુદ (પાટણમાં તેમનો મજાર છે) અને દરિયાપુરમાં જેમની દરગાહ છે, તે હજરત મલિક એહમદનો સમાવેશ થાય છે.

અમદાવાદનું નામ અહેમદ શાહ બાદશાહના નામથી પડ્યું. તેમણે પોતાના શાસનકાળમાં સૂફી સંત શેખ એહમદ ગંજબક્ષ ખટ્ટુની યાદમાં સરખેજમાં આ મકબરો બનાવડાવ્યો હતો. તેને આજે લોકો સરખેજ રોજા તરીકે ઓળખે છે.

સરખેજ રોજા, તેની બાજુની મસ્જિદ અને તળાવ પાસેનું રાજા-રાણીનું મહેલ વર્ષો વિત્યા છતાં પણ એટલું ભવ્ય છે કે રોજામાં આવનાર દરેક સૈલાની તેની સુંદરતા અને નકસીકામ જોઇને અભિભૂત થઇ જાય છે. ડૉ. કલામ (Dr. Kalam) પણ સરખેજ રોજાની અચૂક મુલાકાત લેતા હતા અને અહીં રોકાઇ દુઆ-ઇબાદત કરતા હતા.

આ પણ વાંચોઃ TRP વિવાદઃ અંતે BARC જાગી, 3 મહિના માટે ન્યૂઝ ચેનલોનું વિકલી રેટિંગ બંધ

સરખેજ રોજામાં લાગેલી તેમની અનેક તસવીરો સાક્ષી પુરે છે કે ડૉ. કલામને આ સ્થળથી કેટલો પ્રેમ હતો.

Dr. Kalamએ વિધવાઘરનું ઉદઘાટન કર્યું

ડૉ. એપીજે કલામે (Dr. Kalam)2002માં જ્યારે ગુજરાત આવ્યા હતા. ત્યારે અમદાવાદના જુહાપુરાના એકમાત્ર વિધવાઘરનું ઉદઘાટન તેમણે કર્યું હતું.

ત્યારથી દર વર્ષે ડૉ. કલામની જન્મ જયંતિએ વિધવાઘરની મહિલાઓ પોતાના વ્હાલા પૂર્વ રાષ્ટ્રપતિને યાદ કરી તેમની આત્માની શાંતિ માટે કુર્રાનનું પઠન કરે છે અને દુઆ કરે છે.

ડૉ. કલામ (Dr. Kalam)ને યાદ કરી અહીંની મહિલાઓ કહે છે કે જો વિધવા ઘર તેમનો આશરો ન હોત તો તેમને ભટકવું પડ્યું હોત. તેઓ જણાવે છે કે ભારતમાં આવા વિચારો ધરાવનારા લોકોની આજે પણ જરુર છે.

આ વિધવાઘરની જવાબદારી સંભાળતા અફઝલ ખાન જણાવે છે કે,

“એવી દરેક વ્યક્તિને યાદ કરવામાં આવે છે, જેમણે પોતાનું જીવન અન્યો માટે કુરબાન કરી દીધું. કલામ સાહેબે માત્ર હિન્દુસ્તાન જ નહીં ગરીબો માટે પણ પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું.”

આ પણ વાંચોઃ મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યા રજ્નીકાંત, મેરેજ હૉલનો ટેક્સ ના વસૂલવા કરી અરજી

ડૉ. કલામ ઘણા એવોર્ડ્સથી સન્માનિત

ડૉ. એપીજે અબ્દુલ કલામને દેશ-વિદેશના અનેક મેડલોથી સન્માનિત કરાયા હતા. જેમાં ભારતરત્ન (1997), પદ્મ વિભૂષણ (1990), પદ્મ ભૂષણ( 1981), ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર (1997), રામાનુજ એવોર્ડ (2000), કિંગ્સ ચાર્લ્સ દ્વિતીય મેડલ (2007), ઇન્ટરનેશનલ વોન કરમાન વિંગ્સ એવોર્ડ (2009), હૂવર મેડલ (2009)નો સમાવેશ થાય છે.