Gujarat Exclusive > દેશ-વિદેશ > જેલમાંથી છુટ્યા પહેલા જ ડૉ કફીલની મુશ્કેલી વધી, યોગી સરકારે લગાવી રાસુકા

જેલમાંથી છુટ્યા પહેલા જ ડૉ કફીલની મુશ્કેલી વધી, યોગી સરકારે લગાવી રાસુકા

0
230

અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં ભડકાઉ ભાષણ આપનારા ડૉ કફીલ ખાન મથુરા જેલમાંથી છુટ્યા પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકારે તેમની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. હવે યોગી આદિત્યનાથની પોલીસે ડૉ. કફીલ વિરૂદ્ધ રાસુકા એટલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ કાર્યવાહી કરી છે. મહત્વપૂર્ણ છે કે ડૉ. કફીલ ખાન આજે જામીન પર છુટવાના હતા પરંતુ છુટ્યા પહેલા જ તેમની પર રાસુકા લાગતા મુશ્કેલી વધી ગઇ છે.

મહત્વપૂર્ણ છે કે 12 ડિસેમ્બરે અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં ડૉ કફીલે સીએએ વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપ્યુ હતું, જેમાં ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જે બાદ ડૉ કફીલ પર અલીગઢ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભડકાઉ ભાષણ બાદ એસટીએફ દ્વારા ડૉ કફીલની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેણે અલીગઢ લાવવામાં આવ્યો હતો પરંતુ એએમયૂમાં તણાવને જોતા ડૉ કફીલને 31 જાન્યુઆરીએ મથુરા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે કફીલને છોડવાનો આદેશ મથુરા જિલ્લાની જેલને મળ્યો હતો પરંતુ મોડી રાત થવાને કારણે જેલમાંથી છોડવામાં આવ્યો નહતો.

શું છે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો?

રાસુકા એટલે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ-1980 દેશની સુરક્ષા માટે સરકારને કોઇ વ્યક્તિને અટકાયતમાં રાખવાની શક્તિ આપે છે. આ અધિકાર કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેને સમાન રૂપથી મળે છે. રાસુકા લગાવી કોઇ પણ વ્યક્તિને એક વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. જોકે, ત્રણ મહિનાથી વધુ સમય સુધી જેલમાં રાકવા માટે એડવાઇઝરી બોર્ડની મંજૂરી લેવી પડે છે. રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરો થવા અને કાયદો વ્યવસ્થા બગડવાની આશંકાના આધાર પર રાસુકા લગાવી શકાય છે.

ફાસીવાદી છે PM મોદી, આવા લોકોના માથે શિંગડા થોડી હોય: જાવેદ અખ્તર