Gujarat Exclusive > દેશ-વિદેશ > ડો. કફીલનો PM મોદીને પત્ર- કોરોનાથી પીડિત દર્દીઓની સેવા માટે મુક્ત કરવામાં આવે

ડો. કફીલનો PM મોદીને પત્ર- કોરોનાથી પીડિત દર્દીઓની સેવા માટે મુક્ત કરવામાં આવે

0
503

રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ જેલમાં બંધ ડો કફીલ ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે, તેમને કોરોના સંકટના સમય દરમિયાન લોકોની મદદ કરવાની પરમિશન આપવામાં આવે.

ડો કફીલે પત્રમાં લખ્યુ કે, સર ચકિત્સા ક્ષેત્રમાં મારું 20 વર્ષનું અનુભવ છે. મેં અને મારી ટીમે 103થી વધુ મફ્ત મેડિકલ કેમ્પ લગાવ્યા છે. જુદા-જુદા વિસ્તારમાં 50,000થી વધુ દર્દીઓની તપાસ દરમિયાન મને લાગ્યું કે, આપણી પ્રાથમિક સેવા યોગ્યરીતે કામ નથી કરી રહી. મને લાગે છે કે હું વર્તમાન સમયમાં આ બીમારીને રોકવા માટે કેટલીક મદદ કરી શકુ છું.

પીએમને લખેલા પત્રમાં તેમણે અંતમાં આગ્રહ કર્યો કે, હું વિનમ્રતાપૂર્વ તમારાથી વિનંતી કરુ છુ કે, તમે મને કસ્ટડીમાંથી મુક્ત કરવાનો આદેશ આપો. જ્યાં સુધી મારું દેશ આ ઘાતક વાયરસથી જીતીને બહાર ના આવી જાય. ડો કફીલે એ ઉપાયોનો સુઝાવ પણ આપ્યા છે, જેનાથી આ બિમારીને ત્રીજા ચરણમાં પહોંચવાથી રોકી શકાય છે.

ડો ખાને તેનો સુઝાવ આપતા જણાવ્યુ કે, આપણને પ્રત્યેક જિલ્લા સ્તરે ટેસ્ટોની સંખ્યા વધારવી જોઈએ. દરેક જિલ્લામાં 100 નવા ICU બનાવવામાં આવે. દરેક જિલ્લામાં વધુમાં વધુ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવે. ટ્રેનિંગ આપવામાં આવે અને અફવાઓ પર રોક લગાવવામાં આવે.

દેશમાં કોરોનાના 600થી વધુ કેસ

ભારતમાં કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના પોઝિટિવના કેસો 600થી વધુ થઈ ગયા છે. દેશમાં આ વાયરસના 593 એક્ટિવ કેસ સહિત 649 કેસ સામે આવ્યા છે. આ 649 કેસોમાં 13 લોકોના મોત થયા છે. તે સિવાય કુલ આંકડામાં 1 માઇગ્રેટ દર્દી પણ સામેલ છે. 42 લોકો સાજા થઈ ગયા છે.

કોરોનાવાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલેગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના વાઈરસ સંકટ: WHO પર ભડક્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ