Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીરમાં આતંકવાદીઓ પર ડબલ અટેક, બે આતંકી ઠાર

કાશ્મીરમાં આતંકવાદીઓ પર ડબલ અટેક, બે આતંકી ઠાર

0
339

જમ્મુ-કાશ્મીરના પુલવામા અને કુલગામમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ ચાલુ છે. આ દરમિયાન સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થઈ. અથડામણમાં બે આતંકવાદી ઠાર થઇ ગયા.

જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગુલ બાગ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. પોલીસ અને સુરક્ષાબળ ઓપરેશનને અંજામ આપી રહ્યા છે. વિશિષ્ટ ઇનપુટ બાદ સુરક્ષાબળોએ ગામનો ઘેરાવ કર્યો છે.

વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે શંકા થવા પર તેમને પકડી લીધા, જ્યાં આતંકવાદી અને સુરક્ષાબળોની વચ્ચે ફાયરિંગ શરૂ થઈ, ત્યારબાદ અથડામણ શરૂ થઇ ગઇ. ગુલાબ બાગ વિસ્તારમાં 2 થી 3 આતંકવાદી છુપાયા હોવાની માહિતી છે.

આ પણ વાંચો: નેપાળ પોલીસે ભારતીયો પર 15 રાઉન્ડ ફાઇરિંગ કરતા 1નું મોત, બે ઘાયલ

બીજી તરફ પાકિસ્તાન પોતાની હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી. તે સતત સરહદ પારથી ફાયરિંગ કરી રહ્યો છે અને ગોળાબારી પણ કરી રહ્યો છે. શુક્રવારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પૂંછ, બારામુલા, અને રજૌરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને મોર્ટાર છોડ્યા.

પાકિસ્તાની સેનાએ શુક્રવારના રોજ LoCને અડીને આવેલ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના શાહપુર, કસ્બા અને કિરની સેકટરમાં અનેક વખત ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ નિવેદન જારી કરીને જણાવ્યુ કે શુક્રવારના રોજ સવારે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના રામપુર સેકટરમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાની સેના એ ઉશ્કેરણીવગર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચો: ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, LoC પાર પાકિસ્તાનની અનેક ચોકીઓ ઉડાવી

ભારતીય સેનાએ જણાવ્યુ કે પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ગુરૂવારના રોજ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તેના જવાબમાં ભારતીય સેનાએ PoKમાં પાકિસ્તાની સેનાની 10 ચોકીઓને ઉડાડી દીધી હતી.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.