Gujarat Exclusive > દેશ-વિદેશ > નંદીગ્રામની ચિંતા ના કરો, મને જનતાનો નિર્ણય સ્વીકાર: મમતા બેનર્જી

નંદીગ્રામની ચિંતા ના કરો, મને જનતાનો નિર્ણય સ્વીકાર: મમતા બેનર્જી

0
57

મમતા બેનર્જીએ બંગાળની જીતને લઈને કહ્યું છે કે, આ બંગાળ અને લોકતંત્રની જીત છે. આ શાનદાર જીત માટે અમે જનતાના આભારી છીએ. મને તરત જ COVID-19 માટે કામ શરૂ કરવું પડશે. વર્તમાનમાં કોવિડની સ્થિતિના કારણે શપથ ગ્રહણ સમારંભ સાધારણ હશે. મહામારી ખત્મ થયા પછી કોલકાતામાં જીતની વિશાળ રેલી થશે.

નંદીગ્રામ વિશે ચિંતા ના કરો, મેં નંદીગ્રામ માટે સંઘર્ષ કર્યું કેમ કે મેં એક આંદોલન લડ્યું છે. ઠિક છે. નંદીગ્રામનો જે પણ નિર્ણય છે, તેને હું સ્વીકાર કરૂ છું. મને કોઈ જ આપત્તિ નથી.

નંદીગ્રામની હાઇપ્રોફાઇલ સીટ પર બીજેપીને જીત મળી છે. શુભેન્દ્રુ અધિકારીએ મમતા બેનર્જીને 1957 મતોથી હરાવ્યા છે. મમતા બેનર્જી અને શુભેન્દ્રુ અધિકારી વચ્ચે છેલ્લા રાઉન્ડ સુધી ખરાખરીનો જંગ ચાલ્યો. શરુઆતી રાઉન્ડમાં શુભેન્દ્રુ અધિકારી આગળ હતા. એક વખત એવા પણ સમાચાર આવી ગયા હતા કે, મમતા બેનર્જીએ નંદીગ્રામ સિટ ઉપર 1200 વોટથી જીત મેળવી લીધી છે.

તૃણમૂલ કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું, નંદીગ્રામમાં કાઉન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. કૃપા અટકળો લગાવશો નહીં.

નંદીગ્રામ બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ સીટ ગણાતી હતી, જ્યાં 1 એપ્રિલે 88 ટકા મતદાન થયું હતું. મમતા બેનરજી અને શુભેંદુ અધિકારી ઉપરાંત લેફ્ટ તરફથી અહીં મીનાક્ષી મુખર્જી મેદાનમાં હતા. આ બંને સીટને જીતવા માટે મમતા અને શુભેન્દ્રુએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ સીટ લાંબા સમયથી લેફ્ટ પાર્ટીનો ગઢ ગણાતી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat