Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોરોનાના ખૌફ વચ્ચે જાતે ના બનશો ડૉક્ટર, આ દવા લેતા પહેલા સો વખત વિચારો

કોરોનાના ખૌફ વચ્ચે જાતે ના બનશો ડૉક્ટર, આ દવા લેતા પહેલા સો વખત વિચારો

0
842

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને 606 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગની વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે, 563 કોરોના પોઝિટિવ કેસો એવા છે, જે ભારતમાં જ રહી રહ્યાં છે. જ્યારે 43 કેસો વિદેશોથી આવેલા ભારતીયોના છે. વડાપ્રધાન મોદી દ્વારા મંગળવારે કરવામાં આવેલી લૉકડાઉનની જાહેરાત પર સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી.

જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે દેશવાસીને સાવધ કર્યા છે કે, કોરોના વાઈરસના સંક્રમણની આશંક થવા પર જાતે ડોક્ટર ના બને અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine)ની દવા ના ગળે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાઓ માત્ર એવા હેલ્થ વર્કરને જ આપવામાં આવશે, જે કોરોનાના શંકાસ્પદ દર્દીઓ સાથે ડીલ કરી રહ્યો હોય અથવા એવા લોકોના પરિવારજનોને આપવામાં આવશે, જેમના કોઈ પોતાનાને કોરોનો પોઝિટિવ આવ્યો હોય. આ આદેશનું ચુસ્ત પણ પાલન થાય.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ દવાના કેટલાક સાઈડ ઈફેક્ટ છે. જેને માત્ર ડૉક્ટરો જ સમજી શકે છે. તેમણે દેશવાસીઓને આગ્રહ કર્યો છે કે, તેઓ મનમેળે મેડિકલ સ્ટોર્સ પર જઈને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવાના ખરીદે અને તેનો પ્રયોગ પણ ના કરે. આ સાથે મેડિકલ સ્ટોર્સને જણાવ્યું કે, ડોક્ટરના પ્રસ્કિપ્શન વિના આવી દવાઓ કોઈને ના આપવામાં આવે.

વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસના લૉકડાઉનના નિર્ણય અંગે લવ અગ્રવાલે જણાવ્યું કે, કોરોના વાઈરસના ચેપની ચેઈનને તોડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

PM મોદીની અપીલ બાદ નેશનલ ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યા છે. જે પ્રમાણે ક્યા-ક્યા એરિયામાં શું-શું કરવું જોઈએ? તેના હિસાબે ગૃહ સચિવની અધ્યક્ષતામાં બનેલી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ તરફથી આદેશ ઈશ્યુ કરવામાં આવ્યા છે. આ તમામ આદેશોનું ચુસ્તપણે પાલન થાય તેની દેખરેખ ગૃહ મંત્રાલય કરી રહ્યું છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, અમદાવાદમાં વૃદ્ધાનું મોત