Gujarat Exclusive > દેશ-વિદેશ > નોબેલ શાંતિ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ નોમિનેટ

નોબેલ શાંતિ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ નોમિનેટ

0
106
  • ઇઝરાયલ અને યૂએઈ વચ્ચે શાંતિ મંત્રણા કરાવવા માટે ટ્રમ્પને નોમિનેટ કરાયા

  • 2018માં પણ થઇ ચુક્યા છે નોબેલ શાંતિ પુરસ્કાર નોમિનેટ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2021ના નોબેલ શાંતિ પુરસ્કાર (Donald Trump Peace Prize) માટે નોમિનેટ કર્યા છે. ઇઝરાયલ અને યૂએઈ વચ્ચે ઐતિહાસિક શાંતિ મંત્રણા કરાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરાયું છે.

અમેરિકાના મીડિયા મુજબ નોર્વે સંસદ ક્રિશ્ચિયન તાઇબ્રિંગ તરફથી ટ્રમ્પને આ અવોર્ડ (Donald Trump Peace Prize) માટે નોમિનેટ કરાયા છે.

તેમના તરફથી સતત ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરવામાં આવતી હતી,

તેમણે દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા.

ફોક્સ ન્યૂઝ મુજબ ટાઇબ્રિંગે જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે બે દેશો વચ્ચે ચાલી આવતી લાંબી શત્રુતાને ખતમ કરાવી છે.

જે કોઇ પણ પ્રકારના શાંતિ પુરસ્કાર (Donald Trump Peace Prize) માટે પુરતું છે.

આ પણ વાંચો: સંરક્ષણ ક્ષેત્રમાં 74 ટકા FDIને મંજૂરી, મોનસૂન સત્રમાં બિલ આવવાની સંભાવના

ક્રિશ્ચિયન તાઇબ્રિંગ નોર્વેની સંસદમાં ચાર વખતથી સભ્ય છે અને નાટોની સંસદીય એસેમ્બલીનો પણ ભાગ છે.

એટલું જ નહીં તાઇબ્રિંગે દાવો કર્યો છે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરને લઇને વિવાદને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો.

નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે દુશ્મની દૂર કરાવી અને નોર્થ કોરિયા દ્વારા પરમાણુ હથિયારોના મામલાનો ઉકેલ લાવવાનો કામ કર્યો છે.

આ પણ વાંચો: કંગના બેફામ; તોછડાપણા પર ઉતરી: CMને કહ્યું- ‘ઉદ્ધવ ઠાકરે આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે’

ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી થવાની છે.

એવામાં આ નોમિનેશનથી તેમને ચૂંટણીમાં કેટલો લાભ થઇ શકે છે એ જોવાનું રહ્યું.

અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ નોબેલના શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ પણ વાંચો: સંરક્ષણ ક્ષેત્રમાં 74 ટકા FDIને મંજૂરી, મોનસૂન સત્રમાં બિલ આવવાની સંભાવના

જોકે એવું પ્રથમ વખત નથી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર માટે નોમિનેટ (Donald Trump Peace Prize) કરાયા હોય, 2018માં કિમ જોંગ ઉન સાથે સન્મેલન કરવા પર પણ તેમને નોમિનેટ કરાયા હતા. પરંતુ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને આ સન્માન મળ્યું નહતું.