Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘ચાર વર્ષ પછી ફરી મળીશું’, ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની અમેરિકન ચૂંટણી માટે ઉમેદવારી રજૂ કરી

‘ચાર વર્ષ પછી ફરી મળીશું’, ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની અમેરિકન ચૂંટણી માટે ઉમેદવારી રજૂ કરી

0
63

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ- જેમણે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેનની ચૂંટણી જીત પર ખુદને અલગ રાખ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં યોજાનારી અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ખુલીને પોતાની ઉમેદવારી રજૂ કરી છે, તેમણે વ્હાઇટ હાઉસમાં ક્રિસમસ પાર્ટી દરમિયાન મહેમાનોને કહ્યુ, “ચાર વર્ષ સારા રહ્યા, અમે વધુ ચાર વર્ષ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, નહી તો અમે ચાર વર્ષ બાદ ફરી મળીશું.” Donald Trump

આ કાર્યક્રમમાં રિપબ્લિકન પાર્ટીના કેટલાક પાવર બ્રોકર સામેલ હતા. જેમાં મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ હતો પરંતુ રાષ્ટ્રપતિના ભાષણનો એક વીડિયો કાર્યક્રમના તુરંત બાદ સાર્વજનિક થઇ ગયો હતો. Donald Trump

ત્રણ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીના એક મહિના બાદ પણ 74 વર્ષીય ટ્રમ્પ પોતાની ચૂંટણી હાર માનવાનો ઇનકાર કરી રહ્યા છે અને આ માનવા તૈયાર નથી કે તેમના વિરોધી જો બિડેન તેમનાથી આગળ નીકળી ચુક્યા છે, જે નવી સરકારની રચના અને તેને અમલી બનાવવામાં વ્યસ્ત છે. Donald Trump

વ્હાઇટ હાઉસમાં બંધ ટ્રમ્પે પબ્લિક અપીયરન્સ ઘણુ ઓછુ કરી દીધુ છે પરંતુ કથિત ચૂંટણી ગડબડ વિશે ભડકાઉ ટ્વીટ્સ કરવાનું તે ચુકતા નથી, જ્યારે તેમના જ અટોર્ની જનરલનું કહેવુ છે કે ચૂંટણીમાં ગડબડના પુરાવા સ્પષ્ટ નથી.

યૂએસ અટોર્ની જનરલ બિલ બારે સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસને કહ્યુ હતું, “આજ સુધી, અમને ગડબડનું પ્રમાણ આટલા મોટા પાયે નથી મળ્યુ જે ચૂંટણીમાં એક અલગ પરિણામને પ્રભાવિત કરી શકે.”