Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકી સંસદમાં હિંસા બાદ ટ્રમ્પ બેકફૂટ પર, શાંતિથી સત્તા સોંપવા થયા તૈયાર

અમેરિકી સંસદમાં હિંસા બાદ ટ્રમ્પ બેકફૂટ પર, શાંતિથી સત્તા સોંપવા થયા તૈયાર

0
66

વૉશિંગ્ટન: અમેરિકી સંસદમાં હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) ચોતરફ ટીકા થઈ રહી છે. આ સાથે જ તેમની ધરપકડની માંગ થઈ રહી છે. એવામાં ટ્રમ્પ સત્તા હસ્તાંતરણ (US Power Transition) કરવા માટે તૈયાર થઈ ગયા છે. 20 જાન્યુઆરીએ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે.

ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના હિંસક સમર્થકો દ્વારા કેપિટલ બિલ્ડિંગમાં (Captiol Building Violence) કરવામાં આવેલી હિંસાની નિંદા કરી છે. આ સાથે જ વચન આપ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે જો બિડેનને સત્તા હસ્તાંતરણ કરવામાં આવશે.

પોતાના એક વીડિયો સંદેશમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા કાયદા-વ્યવસ્થા વાળો દેશ છે અને આવો જ રહેવો જોઈએ. તમામ અમેરિકનોની જેમ હું પણ હિંસા, અરાજક્તા અને અશાંતિને લઈને આઘાતમાં છું. મેં તાત્કાલીક નેશનલ ગાર્ડ્સ સહિત એજન્સીઓને તૈનાત કરીને બિલ્ડિંગને સુરક્ષિત રાખી અને તોફાની ટોળાને બહાર ખદેડ્યાં છે. આ વીડિયો ગુરુવારે યુટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો, જેને વ્હાઈટ હાઉસ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો.

કેપિટલ હિલ પર થયેલી હિંસામાં (Captiol Building Violence) 4 લોકોના મોત થયા હતા. જે બાદ અનેક અધિકારીઓએ રાજીનામાં આપી દીધા હતા. આ દરમિયાન ટ્વીટર અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મોટી કાર્યવાહી કરતાં તેમણે ટ્રમ્પના (Donald Trump) એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. ટ્વીટરે ટ્રમ્પના એકાઉન્ટને 12 કલાક માટે બ્લોક કર્યુ હતું. આટલું જ નહીં, સમર્થકોને તેમના સંબોધન સહિત ટ્રમ્પના 3 વીડિયો પણ હટાવી દીધા છે. ફેસબુકે કહ્યું કે, તેઓ પૉલિસીનો ભંગ કરવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પના એકાઉન્ટને બ્લોક કરી રહ્યાં છે. જો કે ટ્વીટર પર ટ્રમ્પનું એકાઉન્ટ ચાલુ થઈ ગયું છે.

આ પણ વાંચો:  કોરોના સામે જંગ: રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટિંગની સંખ્યા 1 કરોડને પાર

અગાઉ બુધવારે અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પરાજય બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થકો હાર માનવા તૈયાર નહતી. ટ્રમ્પ સતત ચૂંટણીમાં ગરબડીનો આરોપ લગાવી રહ્યાં છે. આજ કારણે તેમના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં તોડફોડ કરી હતા. આ દરમિયાન તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે અમેરિકા સંસદમાં ગોળીબાર થયો. જેમાં એક મહિલાનું મોત થઈ ગયું. પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી કુલ 4 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેમાંથી 3 લોકોના મોત મેડિકલ ઈમરજન્સી દરમિયાન થયા છે.

આ ઘટના બાદ ટ્રમ્પના અનેક સહયોગી અને રિપબ્લિકન સાંસદોએ પણ તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની માંગ કરી રહ્યાં છે. આ સાથે જ ટ્રમ્પ સાથે સંકળાયેલા અનેક અધિકારીઓએ પોતાનું પદ છોડવાનું શરૂ કરી દીધુ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9