Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના પર ટ્રમ્પે કરેલો કટાક્ષ જ તેમને ભારે પડશે, બીડેનને મળી ગયો ચૂંટણી મુદ્દો

કોરોના પર ટ્રમ્પે કરેલો કટાક્ષ જ તેમને ભારે પડશે, બીડેનને મળી ગયો ચૂંટણી મુદ્દો

0
196

Donald Trump Corona Report વૉશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને (US Presidential Election) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે પ્રેસિડન્ટ ટ્રમ્પ (US Predident Trump) કોરોનાથી સંક્રમિત (Corona Positive) થઈ ગયાં છે. ચૂંટણી પહેલા જ ટ્રમ્પનું કોરોનાથી સંક્રમિત (Trump Corona Positive) થવું, તેમના માટે એક મોટા ફટકા સમાન છે.

3 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે અને હાલ કેમ્પેનિંગ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવામાં કોરોનાના કારણે ટ્રમ્પને ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.

ટ્રમ્પના અંગત સલાહકાર હોપ હિક્સના કોરોનાથી સંક્રમિત થયા બાદ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ (Trump Corona Report) પોઝિટિવ આવ્યો છે. હવે આગામી 14 દિવસો સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાને ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. એક સપ્તાહ બાદ બન્નેનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.

શુક્રવારે સવારે ખુદ અમેરિક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી કે, તેઓ અને ફર્સ્ટ લેડી મેલાનિયા કોરોના પોઝિટિવ (Donald Trump Corona Report) છે. તેઓ ક્વોરન્ટાઈનમાં રહેશે અને તેમણે જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. કોરોનાના કારણે ટ્રમ્પના ચૂંટણી અભિયાનને પણ મોટો ફટકો પડ્યો છે. અમેરિકામાં આગામી 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે.

જણાવી દઈએ કે, હૉપ હિક્સ ટ્રમ્પ સાથે નિયમિત રીતે મુસાફરી કરતી રહે છે. તાજેતરમાં હોપ હિક્સ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રેસિડન્ટ ડિબેટ માટે ઓહાયો ગઈ હતી. જ્યાં ટ્રમ્પ અને જે બિડેન વચ્ચ વાકયુદ્ધ જોવા મળ્યું હતું.

જે પ્રકારે માસ્કને લઈને ટ્રમ્પે બિડેનની અત્યાર સુધી મજાક ઉડાવી છે. એવું લાગી રહ્યું છે કે, હવે બિડેન ટ્રમ્પના કોરોના સંક્રમિત થવાને પોતાના ચૂંટણી અભિયાનનું હથિયાર બનાવી શકે છે.

આ પણ વાંચો: ગાંધી જયંતિ વિશેષ: જ્યારે સોમનાથ મંદિરને લઈને સરદાર પટેલે ‘બાપુ’ની સલાહ સ્વીકારી

અમેરિકામાં ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેન વચ્ચે ત્રણ વખત ડિબેટ થશે. 29 સપ્ટેમ્બરે ટ્રમ્પ અને બિડેન વચ્ચે જે પ્રથમ ડિબેટ થઈ હતી. જેનું સંચાલન ફૉક્સ ન્યૂઝના જાણીતા એન્કર ક્રિસ વાલાસે કર્યું હતું. બીજી ડિબેટ 15 ઓક્ટોબરે થશે, જ્યારે ત્રીજી ડિબેટ 20 ઓક્ટોબરે થવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પ 15 ઓક્ટોબર પહેલા સંપૂર્ણ સ્વસ્થ થઈ તો જશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, તેમના ચૂંટણી અભિયાનને માઠી અસર થશે.

આમ પણ અમેરિકામાં કોરોના વાઈરસનો સામનો કરવાને લઈને વિપક્ષ સતત ટ્રમ્પ ઓથોરિટીની આલોચના કરતું આવ્યું છે. ટ્રમ્પે જે પ્રકારે કોરોના મહામારીનો (Corona Pandemic) સામનો કર્યો છે, તેને લઈને બિડેન સહિત અનેક લોકોએ તેમની ટીકા કરી છે. પ્રથમ ડિબેટમાં તો કોરોનાને લઈને બીડેન આક્રામક જોવા મળ્યા હતા. આજ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક પહેરવાને લઈને બીડેનની મજાક ઉડાવી હતી.

ટ્રમ્પે બીડેન પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, હું તમારી જેમ કાયમ માસ્ક નથી પહેરતો. બીડેન જે પ્રકારના માસ્ક લગાવીને આવે છે, તેવા માસ્ક મેં આજ સુધી નથી જોયા.

જેનો જવાબ આપતા બીડેને કહ્યું હતું કે, તેમના CDC પ્રમુખે કહ્યું હતું કે, જો આપણે દરેક જણે અત્યાર સુધી માસ્ક પહેર્યું હોત અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હોત તો કદાજ 1 લાખ જીવન બચી શકાયા હોત.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ટ્રમ્પે બીડેનના માસ્ક પહેરવાની લઈને મજાક ઉડાવી હતી. ટ્રમ્પે સપ્ટેમ્બરથી શરૂઆતમાં જ બીડેન વિશે કહ્યું હતું કે, શું તમે ક્યારે કોઈ એવો વ્યક્તિ જોયો છે; જેને માસ્ક પોતાના જેટલું જ પસંદ હોય?

બીડેને કોરોના વાઈરસનો સામનો કરવાને લઈને ટ્રમ્પને આડેહાથ લેતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ Covid-19ના મામલે અમેરિકનો સાથે જૂઠ્ઠુ બોલ્યા છે. બીડેને આરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પ પાસે કોરોના મહામારીમાંથી ઉગરવા માટે કોઈ નક્કર યોજના જ નથી. હાલ કોરોનાના પોઝિટિવ કેસ અને કોરોના સંક્રમિતોના મરણ મામલે અમેરિકા વિશ્વમાં અવલ્લ છે.