Gujarat Exclusive > યુથ > મનોરંજન > અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ 5 હોલિવુડ ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ, જુઓ તેમની એક્ટિંગ

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ 5 હોલિવુડ ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ, જુઓ તેમની એક્ટિંગ

0
678

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તેની પત્ની મિલાનિયા સાથે 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેને લઈને મીડિયા અને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના સમાચાર ચાલી રહ્યા છે. અમેરિકા અને વિશ્વના રાજકારણમાં ટ્રંપ કેટલુ મહત્વ રાખે છે, આ વાત જગજાહેર છે. પણ કેમેરા સામે ભાષણ આપવા સિવાય કેમેરા સામે એક્ટિંગ કરવામાં પણ ટ્રંપનો કઈ જવાબ નથી. તેણે હોલીવુડની અનેક ફિલ્મો અને ટીવી સીરીઝમાં તેની એક્ટિંગ સ્કિલ બતાવી છે. ચાલો તમને બતાવીએ ‘એક્ટર ટ્રંપ’ના કેટલાક ‘કેમિયો રોલ’ વિશે…

હોમ અલોન-2

1992માં રિલીઝ થયેલા આ ફિલ્મમાં ટ્રંપે થોડા ક સેકેન્ડનો નાનો રોલ પ્લે કર્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે, ફિલ્મનો આ ભાગ જે હોટલમાં શૂટ થયો હતો, તેના માલિક ટ્રંપ હતા. ટ્રંપે જ ફિલ્મના પ્રોડ્યૂસરથી એક નાના રોલ આપવાની ભલામણ કરી હતી.

ધ લિટલ રાસ્કલ્સ

1994માં આવેલા આ ફિલ્મમાં ટ્રંપે એક ગેસ્ટ અપીયરન્સ આપ્યો હતો. આ કોમેડી ફિલ્મમાં ફોન પર વાત કરતા ટ્રંપ તેના પુત્રથી કહે છે કે, રૂપિયા દ્વારા તારાથી સારો પુત્ર ખરીદી શકાતુ નથી.

ધ એસોસિએટ

1996માં રિલીઝ થયેલી આ કોમેડી ફિલ્મના એક સીનમાં ડોનાલ્ડ ટ્રંપે વેપારીનો રોલ નિભાવ્યો હતો.

સડનલી સુસેન

1997ના એક ટીવી શોના એક એપિસોડમાં બિઝનેસમેનના કેરેક્ટમાં ડોનાલ્ડ ટ્રંપ નજર આવ્યા હતા.

સ્પિન સિટી

સ્પિન સિટી નામના એક ટીવી શોમાં ટ્રંપ સુપરસ્ટાર માયકલ ફોક્સ સાથે દેખાયા હતા. એક એપિસોડમાં માયકલ બિઝનેસમેન ટ્રંપને તેની પુસ્તક વિશે બતાવે છે.

સેક્સ એન્ડ ધ સિટી

1999માં ટ્રંપ આ શો પર કેમિયોમાં નજર આવ્યા હતા. તેઓ સીઝન 2ના એક એપિસોડમાં નજર આવ્યા હતા. આ શોમાં ટ્રંપના મિત્ર એક મહિલાને રિઝવવાના પ્રયાસ કરે છે.

‘બોલતી તસ્વીરો..!‘ ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે Topless થઈ બોલિવૂડ અપ્સરાઓ, જુઓ Photos