Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘પાતળી થા..મારો દિકરો ખુશ નથી થતો’ કહેનાર સાસુ વિરુદ્ધ યુવતીની પોલીસ ફરિયાદ

‘પાતળી થા..મારો દિકરો ખુશ નથી થતો’ કહેનાર સાસુ વિરુદ્ધ યુવતીની પોલીસ ફરિયાદ

0
46

અમદાવાદ: દેશમાં એક તરફ મહિલાઓ સફળતાના ઉચ્ચ શિખરો સુધી પહોંચી રહી છે, ત્યાં બીજી તરફ અનેક મહિલાઓ આજે પણ અન્યાય અને હિંસાનો ભોગ બની રહી છે. આજે પણ અનેક મહિલાઓ ઘરેલુ હિંસા અર્થાત પોતાના જ ઘરમાં પોતાની વ્યક્તિઓ દ્વારા જુલમનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં સાસુના ત્રાસથી પરણિત યુવતી પોલીસ સ્ટેશન પહોંચી છે. Domestic Violence

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મણિનગરની યુવતીના લગ્ન 2018માં બાપુનગરમાં રહેતા યુવક સાથે સમાજના રીતિ રિવાજો મુજબ થયા હતા. લગ્નના થોડાક દિવસો બાદ સાસરિયાઓએ યુવતીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. જેમાં સાસુ અને નણંદ સતત તેને જાડી હોવાનું કહીને મહેણા મારતી હતી. પીડિતા જ્યારે જમવા બેસે ત્યારે “ઓછુ જમજે…તારે પાતળી થવાનું છે..મારો દિકરો ખુશ નથી થતો” કહીને ટોળા મારતા હતા.

આ પણ વાંચો:  ગુજરાત: રેમડેસિવિર ઈન્જેક્શનમાં મોટા કૌભાંડની આશંકા, કોંગ્રેસે CBI તપાસની માંગ કરી Domestic Violence

2018માં જ્યારે યુવતી ગર્ભવતી હતી, ત્યારે તેના પતિેએ ગોળીઓ ખવડાવીને ગર્ભપાત કરાવી દીધો હતો. આટલું જ નહીં, પતિ પણ યુવતી પર અવારનવાર હાથ ઉપાડતો હતો. જ્યારે સસરા વારંવાર કરિયાવરમાં તારા બાપાએ કંઈ આપ્યું જ નથી, કહીને મ્હેણા મારતા હતા.

યુવતીએ પોતાનો સંસાર બચાવવા માટે અત્યાર સુધી સાસરિયાઓનો ત્રાસ સહન કર્યો, પરંતુ આખરે કંટાળીને તેણે પતિ, નણંદ અને સાસુ-સસરા વિરુદ્ધ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. Domestic Violence

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat